મુઝફ્ફરનગરની સરકારી હોસ્પિટલમાં બસો કર્મચારી ગાયબ

0
4

મુઝફ્ફરનગર,તા.૨
કોઇ મોટી સંસ્થામાં બે ચાર કર્મચારી રોજ ગેરહાજર રહેતા હોય એ સમજી શકાય પરંતુ સરકારી હોસ્પિટલમાં એક સાથે બસો કર્મચારી ગાયબ હોય એવું જાણવા મળે તો નક્કી સમજવું કે ઉત્તર પ્રદેશની વાત છે. જી હા, ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરની સરકારી હોસ્પિટલમાં તાજેતરમાં સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન જોવા મળ્યું કે હાજરી પત્રકમાં સહી હોય પરંતુ વાસ્તવમાં કર્મચારી ગેરહાજર હોય એવા કર્મચારીની સંખ્યા બસોની હતી.
જિલ્લાધિકારીએ ઓચિંતી સરકારી હોસ્પિટલની મુલાકાત લીધી ત્યારે આ પરિસ્થિતિ જોઇને ચોંકી ઊઠ્યા હતા. જે કર્મચારીઓ ગેરહાજર હતા એ સૌની સામે કાનૂની પગલાં લેવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
મુઝફ્ફરનગરના કલેક્ટર અજય શંકર પાંડેએ બુધવારે પોતાના સાથી અધિકારીઓ જાડે હોસ્પિટલની મુલાકાત લીધી ત્યારે ૨૩ ડાક્ટર્સ અને ૨૧ નર્સ સહિત કુલ ૨૦૨ કર્મચારી ફરજ પર હાજર નહોતા. કલેક્ટરે તરત આ લોકો સામે કાનૂની પગલાં લેવાનો આદેશ આપ્યો હતો. એ સાથે હોસ્પિટલમાં ભૂકંપ જેવી પરિસ્થિતિ જોવા મળી હતી. આવી ઓચિંતી મુલાકાતથી કામચોર કર્મચારીઓ ઝડપાઇ ગયા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY