બુરખા પહેરીને આવી રહેલી મહિલાઓની તપાસ નથી થતી : સંજીવ બાલિયાન

0
482

મુઝફ્ફરનગર,તા.૧૧
ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરથી ભાજપના ઉમેદવાર અને પૂર્વ કેન્દ્રીયમંત્રી સંજીવ બાલિયાને ફેક વોટિંગનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, બુરખા પહેરીને આવી રહેલી મહિલાઓની ચેકિંગ નથી થઇ રહી.
ભાજપના ઉમેદવારે કહ્યું હતું કે, વોટિંગ દરમિયાન બુરખામાં આવી રહેલી મહિલાઓની તપાસ નથી કરવામાં આવી રહી છે. જો આના પર રોક ન લગાવવામાં આવી તો હું બીજીવાર ચૂંટણી કરાવવાની માગ કરું છું. ઉલ્લેખનીય છે કે, મુઝફ્ફરનગર લોકસભા સીટથી સંજીવ બાલિયાન ૨૦૧૪મા પહેલીવાર સાંસદ બન્યા હતા. આ વખતે તેમની સામે ઇન્ડ્ઢના પ્રમુખ અજિત સિંહ મેદાનમાં છે.
મુઝફ્ફરનગર લોકસભા સીટની વાત કરીએ તો ૧૯૫૨-૬૨ સુધી આ સીટ કોંગ્રેસ પાસે હતી. ત્યારબાદ સતત બે વાર લેફ્ટ અહિંયા જીત્યું હતું. ત્યારબાદ ૧૯૯૧-૧૯૯૬-૧૯૯૮મા ભાજપે અહિંયા જીત મેળવી હતી. ૨૦૧૪મા મોદી લહેરમાં સંજીવ બાલિયાને અહિંયા જીત હાંસલ કરી હતી.
ચૂંટણી પંચે જણાવ્યું હતું કે, કોઈપણને ઓળખ પત્ર વગર મતદાન માટે મંજૂરી આપવામાં આવતી નથી. જેથી ચૂંટણી પંચે બાલ્યાને લગાવેલા તમામ આરોપ નિરાધાર ગણાવ્યા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY