મોરબીઃ ગાંધીધામમાં આયોજીત લગ્નપ્રસંગમાંથી પરત ફરી રહેલાં સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાની મ્યુઝિકલ પાર્ટીના સભ્યોની બોલેરો પીકઅપ જીપ માળીયા નજીક પલટી ખાઈ જતાં બે મહિલા સહિત ત્રણ લોકોના મોત નીપજ્યાં છે. જ્યારે, દસથી બાર લોકો ઘાયલ થયાં છે. આજે સવારે હરિપરની ગોલાઈ નજીક બોલેરો જીપ ડિવાઈડર પર ચઢી જતાં આ દુર્ઘટના ઘટી હતી. જીપ પલટી ખાઈ જતાં શબાના ઊર્ફે સમીલા ઈસ્માઈલ સામતાણી (ઉ.વ.18 રહે. રતનપર, સુરેન્દ્રનગર) અને સલીમ ઈસા ભટ્ટી (ઉ.વ.25, રહે. ગુજરાત હાઉસીંગ બૉર્ડ, ધ્રાંગધ્રા)ના ઘટનાસ્થળે મોત નીપજ્યાં હતા. જ્યારે, સારવાર દરમિયાન ભચુબેન ઈસ્માઈલ સંધવાણી (ઉ.વ.80, રહે. સુરેન્દ્રનગર)નું મોરબીની સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. દુર્ઘટનામાં નાગોરી સિદ્દીકભાઈ મોવર, નીલેશ આડોદરીયા, રહીમ ઈશાભાઈ ભટ્ટી, સાનિયા અલ્લારખાં, શેરબાનુ, અયુબ ઈસ્માઈલ, ઈમરાન સામતાણી, કુલસુમ સંધવાણી, હિતેશ નકુમ, નસીમા સંધવાણી, અફસાના યુનુસભાઈ, જન્નત ભટ્ટી, ઝુબેદા સહિતના બારથી તેર પ્રવાસીઓને નાની મોટી ઈજા પહોંચી હતી. મૃતકો ધ્રાંગધ્રાની મ્યુઝિક પાર્ટીના સભ્યો હતા. ગાંધીધામમાં આયોજીત એક લગ્નપ્રસંગ પૂર્ણ કરી તેઓ પરત ફરતાં ત્યારે આ દુર્ઘટના ઘટી હોવાનું માળીયા પોલીસે જણાવ્યું હતું
ભુજ ગૌતમ બુચિયા
9714065405
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





