ન્યુ દિલ્હી,તા.૨૯
ભારતીય બેસ્ટમેન પૃથ્વી શા હજુ ફક્ત ૧૮ વર્ષનો જ છે. પણ મેદાનમાં તેમણે જે રીતે એટીટ્યુડ બતાવ્યો છે તે જાતા લાગી રહ્યું છે કે આ ખેલાડી ખુબજ સારો ક્રિકેટર બનશે. તે તમામ પ્રકારના સ્ટ્રોક બેખોફ થઈને રમી રહ્યો છે તે જાવા જેવુ હોય છે. વેસ્ટઈન્ડીઝના વિરોધમાં ભારતમાં જ પૃથ્વી શાએ ઈન્ટરનેશનલ ટેસ્ટ ડેબ્યુ કર્યુ હતુ. આમતો શૂરૂઆતથી જ પૃથ્વી શાની સરખામણી સચિન તેંડુલકર સાથે થઈ રહી છે.
આ બેટ્સમેને વેસ્ટઇન્ડીઝની વિરૂદ્ધ બંને ટેસ્ટ મેચોમાં ૨૩૭ રન બનાવ્યા હતા. આ વર્ષ તેમના માટે પરીકથાથી કમ નથી રહ્યું આ જ વર્ષે પૃથ્વી શાએ ન્યૂઝીલેન્ડમાં અન્ડર-૧૯માં ભારતને વર્લ્ડકપ અપાવ્યો. ત્યારબાદ તેણે આઈપીએલ દિલ્હી ડેયર ડેવિલ્સ માટે રમ્યો. અહીયા પણ તેના પ્રશંસકોને તેણે નીરાશ ન કર્યા.
પૃથ્વી શાએ નીજી રીતે ખુબજ મહેનત કરી આ મુકામ હાસિલ કર્યો છે. પૃથ્વી ફક્ત ૪ વર્ષનો હતો તેની માતાનું નિધન થયુ. તેમના પિતા પંકજ શાએ તેમના ક્રિકેટર બનવાના સપનાને સાકાર કર્યુ. હાલમાં શાએ સોશિયલ મીડિયા પર એક ભાવુક થઈને પિતાને સંબોધિને પોસ્ટ લખી હતી.
તેમની મહેનતને લઈને પૃથ્વીએ આભાર માન્યો હતો. પૃથ્વીએ કÌš કે તેમના કારણે જ આજે મારૂ ક્રિકેટર બનવાનું સપનુ પુરૂ થયુ છે. ઈન્સ્ટાગ્રામ પર પૃથ્વી શાએ તેના પિતા સાથેનો ફોટો શેર કર્યો હતો. પૃથ્વી શાએ તેના પિતાને સંબોધીને લખ્યુ કે જ્યારે હુ સંઘર્ષ કરતો હતો પાછળ ફરીને જાઉ મારા પિતા ઉભા રહેતા. તે હંમેશા કહેતા કે તુ આગળ વધ હું તારી પાછળ જ છુ. આ જ શબ્દોએ મને સહારો આપ્યો. મને સાહસીક બનાવ્યો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



