લંડન,તા.૪
કેન્સરની બીમારીથી પીડાઈ રહેલા સ્ટીવ જાબ્સે તેમની દીકરીને ક્હ્યું હતું કે, ‘તું ટોઈલેટની માફક ગંધાય છે.’ આ ચોંકાવનારો ખુલાસો સ્ટીવ જાબ્સની દીકરી લિઝા બ્રેનન જાબ્સના નવા પુસ્તક ‘સ્મોલ ફ્રાય’માં થયો છે. આ પુસ્તકમાં સ્ટીવ જાબ્સ અને તેમની પ્રથમ પુત્રી વચ્ચેના વિમુખ સંબંધો વિષે વિસ્તારપૂર્વક લખવામાં આવ્યું છે. લિઝાએ વર્ણવ્યું છે કે પિતાના નિધનના વર્ષો બાદ તેની લાગણી શું છે.
સ્ટીવ જાબ્સના અંતિમ શ્વાસ સુધી પુત્રી લિઝા સાથેના તેમના સંબંધો ગાઢ કહી શકાય તેવા નહોતા. બંને વચ્ચે અંતર હતું. જા કે અંતે સ્ટીવ જાબ્સે સ્વીકાર્યું હતું કે લિઝા તેમની દીકરી છે. ‘વેનિટી ફેર’માં લિઝાના પુસ્તકમાંથી છપાયેલા ફકરામાં ઉલ્લેખ છે કે, ‘જયારે સ્ટીવ જાબ્સ કેન્સરના કારણે મરણપથારીએ હતા ત્યારે રોઝનું સેન્ટ છાંટતી તેમની દીકરીને તેમણે કહ્યું હતું કે, તું ટોઈલેટની જેમ ગંધાય છે.
જયારે પણ સ્ટીવ જાબ્સ લિઝા સાથે વાત કરતાં ત્યારે વાતચીતમાં તેમનો આખાબોલાપણું છલકાઈ આવતું. પિતા-પુત્રી વચ્ચેના આ પ્રકારના તીખા સંબંધોના કારણે લિઝાનું માનવું છે કે, સ્ટીવ જાબ્સ તેના જન્મ પર શરમ અનુભવતા હતા. લિઝા એપલના ફાઉન્ડર સ્ટીવ જાબ્સ અને ક્રિસ્નન બ્રેનનનું સંતાન છે. સ્ટીવ અને ક્રિસ્નના ૫ વર્ષના સંબંધ બાદ લિઝાનો જન્મ થયો હતો. ક્રિસ્નન જયારે પ્રેગ્નેન્ટ થઈ ત્યારે સ્ટીવ અને ક્રિસ્નન અલગ થઈ ગયા.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



