મહિલા સુરક્ષાલક્ષી યોજનાઓ-કાર્યક્રમોની જાણકારી માટે મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગાંધીનગર તથા જિલ્લા પ્રશાસન ખેડા-નડિયાદ દ્ધારા તા.૧૮-૦૮-૨૦૧૮ને શનિવારના રોજ બપોરના ૩.૦૦ કલાકે ઇપ્કોવાલા ટાઉન હોલ, નડિયાદ ખાતે ‘‘અભયમ મહિલા સંમેલન’’નું આયોજન કરવામાં આવ્યું છે. આ મહિલા સંમેલનના અધ્યક્ષસ્થાને ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડકશ્રી પંકજકુમાર દેસાઇ જયારે મુખ્ય મહેમાન તરીકે સાંસદશ્રી દેવુસિંહ ચૌહાણ, ગુજરાત રાજય મહિલા આયોગના અધ્યક્ષ શ્રીમતી લીલાબેન અંકોલીયા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નયનાબેન પટેલ ઉપસ્થિત રહેશે.
નડિયાદમાં યોજાનાર મહિલા સંમેલનના અસરકારક આયોજન અંગે કલેક્ટરશ્રી આઇ.કે.પટેલના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી.
કલેક્ટરશ્રી આઇ.કે.પટેલે જણાવ્યું કે, મહિલા સુરક્ષાની થીમ આધારિત અભયમ મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલનમાં ખાસ કરીને મહિલા સુરક્ષા ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરેલ મહિલાઓ, મહિલાઓને મદદરૂપ સંસ્થાઓ, વ્યક્તિઓનું સન્માન કરવા સાથે ૧૮૧ ની કામગીરીનો પરિચય, ૧૮૧ મોબાઇલ એપથી મહિલાઓને અવગત કરવામાં આવશે.
શ્રી પટેલે ઉમેર્યું હતું કે, સંમેલનના સ્થળે ૧૮૧ અભયમ, વન સ્ટોલ સેન્ટર, મહિલા શક્તિ કેન્દ્ર સહિત ગ્રામ વિકાસ ખાતાની મહિલાલક્ષી યોજનાઓ, આરોગ્ય વિભાગ, ઉજ્જવલા યોજના અંગેના પ્રદર્શન સ્ટોલ ઉભા કરવામાં આવશે. આધારકાર્ડ નોંધણી માટે સ્ટોલ પણ ઉભા કરવામાં આવશે. આ સંમેલનમાં મહિલા સુરક્ષા થીમને અનુરૂપ કરાટે તેમજ સેલ્ફ ડિફેન્સ અંગેના નિદર્શનો પ્રસ્તુત કરવામાં આવશે.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડી.એન.મોદી, નિવાસી અધિક કલેક્ટરશ્રી રમેશ મેરજા, ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી કે.ડી.લાખાણી સહિત અમલીકરણ અધિકારીઓ હાજર રહયા હતા.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





