રાણપુરમાં સ્ત્રી-સશક્તિકરણ મુદ્દે હેત વિદ્યાલય અગ્રેસર

0
36

રાણપુરમાં નવનિર્મીત હેત વિદ્યાલય દ્વારા 15 મી ઓગસ્ટની અનોખી રીતે ઉજવણી કરાઈ

શાળાની વિદ્યાર્થીનીઓના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યુ.

ભારત સરકાર દ્વારા હાલ માં સ્ત્રી સશક્તિકરણ ને લઈને અનેક ઉત્સવો ઉજવવામાં આવી રહ્યા અને દીવસે ને દીવસે મહીલાઓને ઉચ્ચ સ્થાન મળે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે ત્યારે ૭૨ માં સ્વાતંત્ર્ય દીન નિમિત્તે બોટાદ જીલ્લાના રાણપુરમાં આવેલ હેત વિદ્યાલય દ્રારા ૧૫ મી ઓગસ્ટ ની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.

શાળાની વિદ્યાર્થીનીઓના હસ્તે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો વહેલી સવારે પ્રભાત ફેરી માં શાળાના વિદ્યાર્થીઓએ દેશ ભક્તિના નારા લગાવતા રાણપુર ના માર્ગો ગુંજી ઉઠ્યા હતા આ સાથે દેશ ભક્તિથી તરબોળ કરતો ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો.આ અંગે હેત વિદ્યાલયના સંચાલક ચિરાગ ભટ્ટ સાથે વાત કરતા જણાવ્યુ હતુ કે અમારી આ હેત વિદ્યાલય ની વિદ્યાર્થીનીઓના હસ્તે ધ્વજ વંદન થતા અમે ખુબજ ગૌરવ અનુભવી રહ્યા છીએ અને આગામી દીવસો માં સ્ત્રી સશક્તિકરણને અમારી શાળા ખુબજ મહત્વ આપે છે આ અંગે હેત વિદ્યાલય માં વિદ્યાર્થીનીઓના હસ્તે ધ્વજ ફરકાવવામાં આવતા રાણપુર ના લોકો દ્વારા હેત વિદ્યાલયની ભારે પ્રશંસા કરવામાં આવી હતી.

રિપોર્ટર-વિપુલ લુહાર-રાણપુર

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
757488886

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY