પીપરીયામાં કલેક્ટર આઇ.કે.પટેલની ઉપસ્થિયતિમાં રાત્રી સભા યોજાઇ : ગ્રામજનોના પ્રશ્નોનો કર્યો ઉકેલ

0
34

જિલ્‍લા કલેક્ટર આઇ.કે.પટેલે ખેડા જિલ્‍લાના વિવિધ તાલુકાઓના ગામડાઓમાં ગ્રામજનોના પ્રશ્નો જાણવા માટે એક નવતર અભિગમના ભાગરૂપે રાત્રી સભાઓ યોજવાની પહેલ કરી છે. જેના ભાગરૂપે કલેક્ટરશ્રી આઇ.કે.પટેલે ગઇકાલે માતર તાલુકાના પીપરીયા ગામની મુલાકાત લીધી હતી.

કલેક્ટરશ્રીએ પીપરીયા ગામના લોકોની રજૂઆતો સાંભળી ગ્રામજનો દ્ધારા રજૂ કરવામાં આવેલા પ્રશ્નોનો હકારાત્‍મક ઉકેલ કરવા સંબંધિત અધિકારીઓને સ્‍થળ પર જ સૂચનાઓ આપી હતી. કલેક્ટરશ્રીએ રાજય સરકારની વિવિધ પ્રજાકલ્‍યાણ તેમજ વિકાસલક્ષી યોજનાઓથી ગ્રામજનોને વાકેફ કરવા સાથે ગામનો એક પણ લાભાર્થી સરકારી યોજનાઓના લાભથી વંચિત ન રહે તે જોવા જણાવ્‍યું હતું.

કલેક્ટરશ્રીએ ગ્રામજનોને પોતાના ૯ માસથી ૧૫ વર્ષના બાળકોને ઓરી-રૂબેલાની રસી મુકાવવા, મતદારયાદી સુધારણા કાર્યક્રમ દરમિયાન તા.૦૧-૦૧-૨૦૧૯ના રોજ ૧૮ વર્ષ પૂર્ણ કરનાર તમામના મતદાર યાદીમાં નામ નોંધાવવા ભારપૂર્વક જણાવ્‍યું હતું.

આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટરશ્રી રમેશ મેરજા, પ્રાંત અધિકારી રીટા પંડ્યા, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સહિત અધિકારીઓ હાજર રહયા હતા.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY