રામ મંદિર અયોધ્યામાં નહિ તો શું મક્કામાં બનશે? : બાબા રામદેવ

0
15

નડિયાદ,તા.૮
શ્રી સંતરામ મહારાજ અને તેમના શિષ્ય લક્ષમણ દાસજી મહારાજના સમાધિ મહોત્સવની ઉજવણી ચાલી રહી છે. જે અંતર્ગત યોગ ગુરૂ બાબા રામદેવ ૩ દિવસની યોગશિબિર કરી રહ્યાં છે. જેનો શુક્રવારથી શુભારંભ થયો હતો.
બાબા રામદેવે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, ‘રામ માત્ર હિંદુઓનાં જ નહીં પરંતુ મુસલમાનોનાં પણ પૂર્વજ હતાં’
રામદેવ બાબાએ પોતાનાં નિવેદનમાં કહ્યું કે, ‘શ્રી નારાયણદાસજી મહારાજ શ્રી રામદાસજી મહારાજ સંતરામ મંદિરમાં ઘણો જૂનો અને આત્મીય સંબંધ છે. સાથે સાથે પૂજ્ય મોરારીબાપુ પણ અહીંયા કથા રસપાન કરાવે છે. તેમની સાથે પિતા પુત્ર જેવો એક આધ્યાત્મિક સંબંધ છે. યોગ એ આપણી પરમ્પરા છે. ‘
બાબાએ રામ મંદિર અંગે પણ ટિપ્પણી કરીને કહ્યું હતું કે, ‘રામ મંદિર બનવું જ જાઈએ. રામ મંદિર અયોધ્યામાં નહિ તો શું મક્કા કે વેટિકનમાં બનશે? દેશનાં લોકોનું ચરિત્ર રામ સીતા જેવું બનવું જાઈએ રામ માત્ર હિન્દૂઓ ના નહિં મુસ્લમાનોનાં પણ પૂર્વજ છે. રામ મંદિર રાષ્ટ્ર નિર્માણ માટે થવું જાઈએ. ૨૦૧૯ લોકસભામાં સંઘર્ષ થશે પણ અંતે સારું થશે.’

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY