પેશાબ ભેગો કરો, યુરિયા ખાતર આયાત નહીં કરવું પડેઃ નિતિન ગડકરી

0
4

નાગપુર,તા.૪
કેન્ડ્રીય મંત્રી નિતિન ગડકરીએ એક જારદાર આઇડિયા આપ્યો છે. નાગપુર ઇનોવેટટ એવોર્ડ કાર્યક્રમને સંબોધતા તેમણે કહ્યું કે, જો આપણે આપણો પેશાબ ભેગો કરવાનું શરૂ કરીએ તો આપણા દેશે વિદેશમાંથી યુરિયા ખાતરની આયાત કરવી નહીં પડે.
ઇનોવેશનનાં મહત્વ વિશે વાત કરતા તેમણે જણાવ્યું કે, કુદરતી કચરામાંથી આપણે બાયો-ફ્યુઅલ બનાવી શકીએ છીએ. એટલે સુંધી કે, આપણે આપણા પેશાબમાંથી પણ બાયો-ફ્યુઅલ બનાવી શકીએ છીએ અને તેમાંથી આપણને એમોનિયમ સલ્ફેટ અને નાઇટ્રોજન મળે છે.
મેં કહ્યું છે કે, એરપોર્ટ પર પેશાબને એકઠું કરો. આપણે યુરિયાની આયાત કરીએ છીએ. જા આપણે આખા દેશમાં પેશાબ એકઠો કરી શકીએ તો આપણે વિદેશમાંથી યુરિયાની આયાત કરવી પડશે નહીં. નિતિન ગડકરીએ વધુમાં જણાવ્યું કે, બીજા લોકો મને સહકાર આપતા નથી. કેમ કે મારા વિચારો જબરદસ્ત હોય છે.
તેમણે સરકારની કામગિરી વિશે ટોણો મારતા કહ્યું કે, મને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ પણ મદદ નહીં કરે. કેમ કે તે ઘેટાની જેમ ચાલ્યા કરશે પણ આજુ બાજુ જાશે નહીં.
આ કાર્યક્રમમાં સબોંધન કરતા તેમણે વધુમાં જણાવ્યું કે, માણસોનાં વાળમાંથી કાઢવામાં આવેલા એમિનો એસિડથી પણ ખાતર બની શકે છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY