૬ઠ્ઠી મેના રોજ આમોદ, ચોટીલા અને પોરબંદર નગરપાલિકાની ચાર બેઠકોની પેટા ચૂંટણી : આઠમી મેના રોજ મતગણતરી

0
83

રાજ્ય ચૂંટણી આયોગે આમોદ, ચોટીલા અને પોરબંદર નગરપાલિકાની પ્રસંગોપાત ખાલી પડેલી કુલ ચાર બેઠકોની પેટા ચૂંટણી આગામી છઠ્ઠી મે, ૨૦૧૮ના રોજ યોજવા માટે નક્કી કર્યુ છે.
રાજ્ય ચૂંટણી આયોગે બહાર પાડેલા આ અંગેના પરિપત્રમાં જણાવ્યા અનુસાર ભરૂચ જિલ્લાની આમોદ નગરપાલિકાની વોર્ડ નં. ૨ અને ૪ની ખાલી પડેલી બે બેઠકો, સુરેન્દ્રનગર જિલ્લાની ચોટીલા નગરપાલિકાની ખાલી પડેલ વોર્ડ નં.૪ની એક બેઠક અને પોરબંદર નગરપાલિકાની વોર્ડ નં.પની ખાલી પડેલ એક બેઠક મળી કુલ ચાર બેઠકોની પેટા ચૂંટણી આગામી તા. ૬ઠ્ઠી મે, ૨૦૧૮ના રોજ યોજવા નક્કી કર્યું છે. આ માટે ઉમેદવારી પત્રો સ્વીકારવાની છેલ્લી તારીખ ૨૧ એપ્રિલ અને પાછા ખેંચવાની છેલ્લી તારીખ ૨૪ એપ્રિલ જાહેર કરાઇ છે. આ પેટા ચૂંટણીની મતગણતરી તા.૮મી મે-૨૦૧૮ના રોજ યોજાશે, તેમ પણ જણાવાયું છે.
રાજ્ય ચૂંટણી આયોગે જણાવ્યા અનુસાર આ પેટા ચૂંટણીની જાહેરાત થતાં જ ઉમેદવારો અને રાજકીય પક્ષો માટે આદર્શ આચાર સંહિતા તા.૦૯/૦૪/૨૦૧૮થી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી હેઠળના વિસ્તારમાં અમલમાં આવશે. ચૂંટણી હેઠળના વિસ્તારોમાં આચાર સંહિતાનો ચુસ્તપણે અમલ થાય તે માટે પણ આયોગે વહીવટીતંત્રને, જે તે કચેરીઓને સૂચનાઓ પાઠવી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY