ડેડીયાપાડાના ભરાડા પાસે એલ.સી.બી.પોલીસે ૧.૧૫ લાખના દારૂ સાથે ત્રણની અટક, એક ફરાર

0
46

રેડ દરમિયાન મહારાષ્ટ્ર ના બે મુખ્ય સપ્લાયરોએ પોલીસ પર તલવાર વડે હુમલો કરતા એક હેડ કોન્સ્ટેબલ ને મામૂલી ઇજા પરંતુ ત્રણ ને ઝડપી પાડ્યા.

રાજપીપલા:
નર્મદા જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડિયા જ્યારે થી આ જિલ્લા માં આવ્યા છે ત્યાર થી બેનંબરિયાઓની ઊંઘ હરામ થઈ ગઈ છે ત્યારે એક બાદ એક દારૂ જુગાર પર રેડ કરી કેટલાય આરોપીયો ને સબક શીખવાડ્યા છતાં અમુક તત્વો ન સુધરતાં હોય ગતરોજ એલ.સી.બી.ના  એ.ડી.મહંત અને પીએસઆઈ આઈ ડી વાઘેલા એ ડેડીયાપાડા ના ભરાડા ગામે બાતમી મુજબ રેડ કરતા રાજેશ પ્રભાકર વસાવે એક ક્રુઝર જીપ ન.એમ.એચ.૧૯ સી એફ.માં ૪૬૫૨ માંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઉતારતા ઈશમોને અટકાવી પૂછતાં ગાડીમાંથી રાજેશ વસાવે અને રૂપેશ વસાવે તલવારો  લઈ પોલીસ પર હુમલો કરવા જતા હેડ કોન્સ્ટેબલ રવિન્દ્ર વસાવા એ તલવાર પકડી તમામ પોલીસ ટીમે હિંમતભેર આ બુટલેગરો નો સામનો કરી પોતાની ફરજ નીડરતા પૂર્વક નિભાવી અમને દારૂ સાથે ઝડપી પડ્યા હતા જેમાં કુલ રૂપિયા ૧,૧૫,૨૦૦/- નો દારૂ નો જથ્થો સાથે ક્રુઝર જીપ,મોબાઈલ,તલવાર મળી કુલ રૂપિયા ૫,૧૮,૫૦૦/- ના મુદ્દામાલ સાથે ત્રણ ને ઝડપી પડ્યા જયારે એક અજય કાલિદાસ વસાવા નામનો આરોપી ફરાર થતા એની શોધખોળ શરૂ કરી છે. 

ચીફ રિપોર્ટર ,નર્મદા ભરત શાહ .મોં.ન.94089750

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY