સરહદ પર યુદ્ધ નથી છતાંય આટલા બધા સૈનિકો કેમ મરે છે?: મોહન ભાગવત

0
9

સંઘ વડાએ મોદી સરકારને આડે હાથ લીધી
દેશ માટે મરવાનો એક સમય હતો,સરકારની નીતિ દરેક વ્યક્તિને અસર કરે છે
નાગપુર,તા.૧૮
રાષ્ટ્રિય સ્વયંસેવક સંધ (RSS)નાં વડા મોહન ભાગવતે સરકારની નીતિ પર ચાબખા મારતા કહ્યું કે, દેશની સરહદ પર હાલ કોઇ યુદ્ધ ચાલી નથી રહ્યું છતાંય શા માટે આટલા બધા સૈનિકો શહિદ થઇ રહ્યા છે? મોહન ભાગવતે કહ્યું કે, આનું કારણ એ છે કે, આપણે આપણું કામ બરોબર નથી કરી રહ્યાં.
નાગપુરમાં યોજાયેલા એક કાર્યક્રમમાં મોહન ભાગવતે આ વાત કહી હતી. આઝાદી પહેલા લોકોએ સ્વતંત્રતા માટે શહીદી વહોરી પણ આઝાદી પછી તો જ શહીદી વહોરવી પડે તો સરહદ પર યુદ્ધ ચાલતુ હોય.
પણ આપણા દેશમાં સરહદ પર હાલ કોઇ યુદ્ધ ચાલી નથી રહ્યું છતાંય આપણા સૈનિકો શહીદ થઇ રહ્યા છે. કેમ કે, આપણે આપણી જાબ બરોબર નથી કરી રહ્યાં” મોહન ભાગવતે કારણ આપતા કહ્યું.
તેમણે વધુમાં કહ્યું કે, જો સરહદ પર યુદ્ધ ન ચાલતુ હોય તો સૈનિક શહીદ ન થવો જાઇએ. પણ આવુ બની રહ્યું છે. એક સમાજ તરીકે આપણો દેશ મહાન બને તે વિશે આપણે પગલા લેવા જાઇએ. દરેક વ્યક્તિએ આપણો દેશ મહાન બને તે માટે અથાગ પ્રયાસો કરવા જાઇએ.
દેશ માટે બને તે માટે આપણે કોઇને કોન્ટ્રાક્ટ આપી શકતા નથી. આપણે એમ માનીએ છીએ કે તે કામ સરકાર કરશે. પોલીસ કરશે. સૈન્ય કરશે. પણ એવું નથી. સમગ્ર સમાજે આ કામ કરવુ પડશે” મોહન ભાગવતે આમ કહ્યું અને ઉમેર્યુ કે, સરકારની નીતિ દરેક વ્યક્તિને અસર કરે છે. હું નીતિ નથી બનાવતો, તમે પણ નથી બનાવતા. પણ આ નીતિઓ આપણને સૌને અસર કરે છે. મોંઘવારી વધે છે. મેં નથી વધારી, તમે પણ નથી વધારી પણ આપણે સૌ તેનો માર સહન કરીએ છીએ. બેરોજગારી વધી છે. મેં નથી વધારી, તમે પણ નથી વધારી છતાં આપણે સૌ તેને સહન કરીએ છીએ. એટલા માટે આપણે સૌએ દેશ માટે જીવવું જાઇએ.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY