નજીવી બાબતે પત્નીએ ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી

0
64

રાજકોટ,
તા.૩/૪/૨૦૧૮

જાગનાથ પ્લોટ ૨૨/૩૯માં રહેતાં આરતીબેન નીલેષભાઈ ગોહેલ ઉ.વ.૪૦એ ઘરે સસરાના રૃમમાં ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધાનો બનાવ એ ડિવીઝન પોલીસમથકે નોંધાયો છે.

વિગતો મુજબ સવારે દરજી મહિલા આરતીબેન સસરાના રૃમને અંદરથી બંધ કરી ફાંસો ખાઈ લીધી હતો પતિ નીલેષભાઈએ બીજી ચાવીથી લોક ખોલતા અંદર પત્ની પંખા સાથે ઓછાડ બાંધેલી હાલતમા લટકતી હતી.

બેશુધ્ધ હાલતમાં સિવિલ હોસ્પટલે ખસેડાતાં તબીબે મૃત જાહેર કર્યા હતા. એ ડિવીઝનની પ્રાથમિક તપાસમાં આરતીબેનને બહાર નાસ્તો કરવા જવું હતું પરંતુ પતિ નહીં લઈ જતાં લાગી આવતા અંતિમ પગલું ભરી લીધું હતું. સંતાનમાં પુત્ર, પુત્રી હોવાનું અને પતિ ઈલેકટ્રોનીકસ કંપનીમાં ફરજ બજાવે છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY