રાજકોટ પોલીસ શ્વાન દળનો શ્વાન સોમનાથ મંદિરની સુરક્ષામાં તૈનાત

0
76

રાજકોટ,
તા.૩/૪/૨૦૧૮

રાજકોટ પોલીસ શ્વાન દળનો આશા નામનો શ્વાન હાલ એક માસથી સોમનાથ દાદા મંદિરની સુરક્ષામાં કાર્યરત છે. આ સ્નીફર ડોગ મંદિરે આવતા લાખો ભકતોને સુરક્ષા પુરી પાડે છે.

સોમનાથ મહાદેવનું દિવ્ય અને ભવ્ય શિવાલય રાજયનું એક માત્ર ઝેડ પ્લસ સુરક્ષા કવચ ધરાવતું મંદિર છે. રાજયના ગૃહ વિભાગ તરફથી રાજય પોલીસ શ્વાન દળમાંથી દરેક જિલ્લાના શ્વાનને એક માસ રોટેશન મુજબ બંદોબસ્ત ફાળવવામાં આવે છે. હાલ રાજકોટ પોલી શ્વાન દળનો આશા નામનો શ્વાન તેના ડોગ હેન્ડલર હેડકોન્સ્ટેબલ રાયધન પી. હુબલ સાથે કામગીરી બજાવી રહ્યો છે. આશા ડોગે ઓલ ઇન્ડિયા પોલીસ મીટ નાસિકમાં ભાગ લીધો છે અને રાયધનભાઈ છેલ્લા ર૦ વર્ષથી આ સ્કવોડમાં છે. તેઓ આ શ્વાન સાથે ૧૦ વર્ષથી કામગીરી બજાવે છે.

સોમનાથ મંદિર ખાતે પ્રવાસીઓ અને સ્થળ ચેકીંગમાં સવાર સાંજ કાર્યરત રહે છે અને પોતાની વિશેષ શકિતથી જા જરૃર પડે તો પોલીસને વાંધાજનક પદાર્થોના પગેરા સુધી પહોંચાડવામાં મદદરૃપ બને છે અને પોલીસ માટે કપરામાં કપરૃ કામ શ્વાન આસાન કરી દે છે.

રાષ્ટીય, આંતરરાષ્ટીય અનેક વીવીઆઈપી બંદોબસ્તમાં આ શ્વાને ફરજ બજાવી છે. જેમાં કચ્છની મુલાકાતે આવેલા નેપાળના વડાપ્રધાન, વાઈબ્રન્ટ ગુજરાત અને રાજયના મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાનની સૌરાષ્ટ, ગુજરાત મુલાકાત, સભાઓ અને રોડ શોમાં ફરજ બજાવી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY