જામનગર,તા.૩૧
જામનગર નજીક હાપા જીઆઈડીસી વિસ્તારમાં આવેલા એક કારખાનામાં દરોડો પાડી એલસીબીએ બહોળા પ્રમાણમાં નકલી મીઠાઈ અને માવો પકડી પાડ્યો છે. પોલીસે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમને સાથે રાખી કાર્યવાહી કરી છે. આરોગ્યની ટીમે મીઠાઈ અને માવાના નમુના લીધા છે. અખાદ્ય અને જન આરોગ્ય સાથે થતા ખુલ્લેઆમ ચેડા સબંધિત ઇતિહાસની સૌથી મોટી રેડ માનવામાં આવી રહી છે. પોલીસે કારખાનેદાર સામે જન આરોગ્ય સાથે ચેડા કરવા સબબ કાર્યવાહી હાથ ધરી છે.
દિવાળીના તહેવારમાં શહેર જીલ્લામાં નકલી માવામાંથી બનાવેલ મીઠાઈ જન-જન સુધી પહોંચે તે પૂર્વે જામનગર એલસીબીએ રાત્રે શહેર નજીકના હાપા જીઈડીસી વિસ્તારમાં દરોડો પાડયો હતો, પ્લોટ નંબર ૩૦માં શ્રી ડેરી પ્રોડક્ટના નામે કારખાનું ચાલવતા શૈલેશ જેન્તી દુગ્ગલ અને તેના મળતિયાઓ દ્વારા પામોલીવ તેલ, દુધના પાવડરનું મિશ્રણ કરી જથ્થાબંધ માવો બનાવવામાં આવતો હોવાનું સામે આવ્યું હતું. આ જ માવા દ્વારા અહીં જ જુદી જુદી જાતની અનેક મીઠાઈ પણ બનાવી પેકિંગ કરવામાં આવતું હોવાની ચોક્કસ વિગતોને લઈને પોલીસની ટીમ ત્રાટકી હતી. પોલીસે કારખાના પર ચેકિંગ કરતા બહોળા પ્રમાણમાં માવો અને મીઠાઈનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે તુરંત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરી હતી. આરોગ્ય વિભાગની એક ટીમ પણ કારખાને પહોચી માવા અને મીઠાઈની તમામ વસ્તુઓના એક એક નમુના લીધા હતા. આ નમુના વડોદરા લેબોરેટરીમાં પૃથકરણ અર્થે મોકલવામાં આવશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



