ગાંધીનગર,તા.૩૧
રાજ્ય સરકારે બોર્ડ, નિગમ અને કોર્પોરેશનના કર્મચારીઓને દિવાળી તહેવારના સમયે જ મોંઘવારી ભથ્થાની ભેટ આપી છે. રાજ્ય સરકાર દ્વારા છટ્ઠુ પગાર પંચ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે. સરકારે આ અંગે માહિતી આપતા જણાવ્યું છે કે, બોર્ડ, નિગમ અને કોર્પોરેશનના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવાનો સરકારે નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારનું છઠ્ઠું પગાર પંચ મેળવતા તમામ કર્મચારીઓના ભથ્થામાં વધારો કરવામાં આવશે.
સરકારે વધુ કહ્યું છે કે, અગાઉ ૧૩૬ ટકા મુજબ મોંઘવારી ભથ્થું મળતું હતું. જે હવે ૧ જુલાઈ ૨૦૧૭ની અસરથી મૂળ પગારના ૧૩૯ ટકા મોંઘવારી ભથ્થુ ચૂકવવામાં આવશે. આ સાથે એ પણ કહ્યું કે, ૧ જાન્યુઆરી ૨૦૧૮થી ૧૪૨ ટકા મુજબ મોંઘવારી ભથ્થુ ચૂકવવામાં આવશે. સરકારના આ નિર્ણયથી રાજ્યના ૯૦ હજારથી વધુ કર્મચારીઓને મોંઘવારી ભથ્થાના વધારાનો લાભ મળશે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાએ સમયથી બોર્ડ, નિગમ અને કોર્પોરેશનના કર્મચારીઓની પડતર માંગ હતી કે, રાજ્ય સરકાર દ્વારા તેમના કર્મચારીઓ માટે વખતો વખત મોંઘવારી ભથ્થા સહિત અનેક રાહતો આપવામાં આવે છે. પરંતુ બોર્ડ, નિગમ અને કોર્પોરેશનના કર્મચારીઓને તેનો લાભ આપવામાં આવતો નથી. આ માંગને લઈ એસટી કર્મચારીઓએ આખરે આંદોલનનું હથિયાર પણ ઉગામ્યું હતું. જેના પગલે એસટી કર્મચારી મહામંડળ દ્વારા કરાયેલી ફરિયાદના આધારે લેબર કમિશનરે એસટી નિગમને નોટિસ ફટકારી ૧૫ દિવસમાં સ્પષ્ટતા કરવા જણાવ્યું હતું.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



