નક્સલી નેટવર્ક ખુબ મજબુત છે

0
12

દેશના જુદા જુદા રાજ્યોમાં સક્રિય નક્સલવાદીઓની કમર તોડી નાંખવા માટેના પ્રયાસ છેલ્લા કેટલાક દશકથી કરવામાં આવી રહ્યા હોવા છતાં તેમાં પુરતી સફળતા મળી નથી. માઓવાદી અથવા તો નક્સલવાદી સમસ્યાનો ઉકેલ કઇ રીતે આવે તે બાબત હમેંશા ચર્ચામાં રહી છે. જાણકાર લોકો માને છે કે નક્સવાદીઓ સામે બેવડી નિતી અપનાવીને લાભ વધારે લઇ શકાય છે. એકબાજુ તેમની સામે આક્રમક નીતિ અને બીજી બાજુ તેમને મુખ્યપ્રવાહમાં લાવવાના પ્રયાસ પણ થવા જાઇએ. હાલના આવા પ્રયાસને વધારે ઝડપી કરવાની પણ જરૂરી છે. માઓવાદીઓ તરફથી ખુની હિંસાનો દોર જારી રહ્યો છે. ઉત્તિસગઢમાં થોડાક સમય પહેલા બારુગી સુરંગ વિસ્ફોટ મારફતે માઓવાદીઓએ સનસનાટી મચાવી દીધી હતી. માઓવાદીઓએ તેમની તાકાત પુરવાર કરી હતી. માઓવાદીઓએ સુરંગ બ્લાસ્ટ કરીને ભારતીય સુરક્ષા દળોને ભારે નુકસાન પહોંચાડી દીધુ હતુ. આ સુનિયોજિત હુમલાથી ફરી એકવાર સાબિતી મળે છે કે નક્સલવાદઓમાં કોઇ પણ ભય નથી. સાથે સાથે આ બાબત પણ સાબિત થઇ ગઇ છે કે નક્સલવાદઓ પોતાના પ્રભાવવાળા વિસ્તારોમાં જ્યારે ઇચ્છા થાય ત્યારે મોટા હુમલાને અંજામ આપી શકે છે. હકીકતમાં નક્સલવાદીઓએ પણ દેશના એક મોટા હિસ્સામાં પોતાનુ નેટવર્ક જમાવી લીધુ છે. જે પશુપતિ નેપાળથી તિરુપતિ (આંધ્રપ્રદેશ) સુધી જાય છે. આ સમગ્ર ક્ષેત્રમાં માઓવાદી નેટવર્ક ફેલાયેલુ છે. નેપાળ,થી જારખંડ, બિહાર, ઓરિસ્સા, છત્તિસગઢ, મહારાષ્ટ્ર, તેલંગાણા અને આંધ્રપ્રદેશના એક મોટા વિસ્તારમાં હવે માઓવાદી અથવા તો નક્સલવાદીઓ સક્રિય થઇ ગયા છે. આ તમામ વિસ્તાર ખુબ જ ઉપયોગી વન્ય અને ખનિજ ચીજ વસ્તુઓથી ભરેલા છે. એક સામાન્ય અંદાજ મુજબ નક્સલવાદીઓનુ વાર્ષિક બજેટ આશરે ચાર હજાર કરોડ રૂપિયાનુ છે. આ જંગી નાણાં મારફતે નક્સલવાદીઓ મોટા પાયે નવા હથિયારોની ખરીદી કરે છે. વિસ્ફોટકોની ખરીદી કરી છે. આ તમામ ઘાતક હથિયારોની સાથે તે પોતાના સંગઠનનુ વિસ્તરણ કરે છે. સરકારી ગુપ્તચર તંત્રની તુલનામાં તેમનુ નેટવર્ક વધારે મજબુત હોવાની વિગત પહેલા પણ સપાટી પર આવી ચુકી છે. નક્સલવાદીઓની હિંસાની સામે તંત્ર નિસહાય દેખાય છે. હવે તેમની સંગઠિત હિંસા રાજ્યો માટે મોટી સમસ્યા બની ચુકી છે. જા કે નક્સલવાદીઓ હવે કોઇ એક રાજ્ય સુધી મર્યાદિત રહ્યા નથી. દેશના અન્ય કેટલાક ભાગોમાં પણ તેના નેટવર્કને તેઓ ફેલાવી ચુક્યા છે. નક્સલવાદીઓને કાયદો અને વ્યવસ્થાની સાથે જાડાયેલી વ્યવસ્થામાં કોઇ રસ નથી. નક્સલવાદીઓની સમસ્યાને માત્ર કાયદો અને વ્યવસ્થાની સ્થિતી તરીકે ગણવાની બાબત યોગ્ય નથી. આ ત્રાસવાદી હિંસાને પ્રોત્સાહન આપવાની સાથે સાથે દેશની સામાજિક સમરસતા, રાજકીય સ્થાયિત્વ, આર્થિક મજબુતી અને એકતા, અખંડતાની સામે ખતરા તરીકે હવે નક્સલવાદીઓ ઉભરીને સપાટી પર આવ્યા છે. જા નક્સલવાદી સમસ્યાને હવે ખતમ કરવામાં વિલંબ થશે તો મોટી સમસ્યા સર્જાશે. કેન્દ્ર અને રાજ્ય સરકારોને હવે યુદ્ધના ધોરણે પગલા લેવાનો અને આ દુષણને ખતમ કરવાનો સમય આવી ગયો છે. નક્સલવાદી હિંસાની સમસ્યાને હાથ ધરવા માટે યોગ્ય રણનિતી તૈયાર કરવી પડશે. આ ઉપરાંત માત્ર નિતી બનાવવાથી પણ કામ ચાલશે નહી. અમલીકરણમાં જારદાર મજબુત ઇચ્છાશક્તિ દર્શાવવી પડશે. પ્રશ્ન એ થાય છે કે આખરે ક્યાં સુધી નિર્દોષ લોકોના ખુનથી જમીન લાલ થતી રહેશે. ક્યાં સુધી અમારા જવાન એમ જ શહીદ થતા રહેશે. સરકારો પણ ક્યાં સુધી.શહીદનોના શવને કફનથી ઢાકતી રહેશે. જ્યારે કોઇ પણ પ્રકારની પિડા સમસ્યા બની જાય ત્યારે તેનો નિકાલ લાવવામાં આવે તે જરૂરી છે. તેને નેસ્તાનાબુદ કરવા માટે નીતિ બનાવવી જાઇએ. કેન્દ્ર સરકારને આક્રમક રણનિતી સાથે હવે આગળ વધવાની જરૂર છે. સમગ્ર વ્યવસ્થાનો ઉપયોગ કરીને હિંસા પર કાબુ લેવાના પ્રયાસ કરવા જાઇએ.
અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં જ ૧૩મી માર્ચના દિવસે છત્તિસગઢના સુકમામાં સર્ચ ઓપરેશનમાં વ્યસ્ત સીઆરપીએફના જવાનો પર માઓવાદીઓ દ્વારા કરવામાં આવેલા છુપા હુમલામાં ઓછામાં ઓછા નવ જવાનો શહીદ થયા હતા અને આ હુમલામાં અન્ય છ જવાનો ઘાયલ પણ થયા હતા.જવાનોને પહેલા આઇઇડી બ્લાસ્ટ મારફતે ટાર્ગેટ બનાવવામાં આવ્યા હતા. બ્લાસ્ટ કરવામાં આવ્યા બાદ અંધાધુંધ ગોળીબાર કરવામાં આવ્યો હતો. હુમલામાં આશરે ૧૦૦ માઓવાદીઓ હોવાની માહિતી મળી હતી. નક્સલવાદીગ્રસ્ત સુકમાના કિસ્તરામ વિસ્તારમાં બપોરે ૧૨ વાગ્યાની આસપાસ સીઆરપીએફની ૨૧૨ની બટાલિયન પર હુમલો કરવામાં આવ્યો હતો. જવાનો સર્ચ ઓપરેશન માટે જઇ રહ્યા હતા ત્યારે આ હુમલો કરવામાં આવ્યો હતો. નક્સલવાદીઓ પહેલાથી જ સંતાયેલા હતા. આ તમામ માહિતી દર્શાવે છે કે નક્સલવાદીઓનુ નેટવર્ક કેટલુ પાકુ રહેલુ છે. તેમની યોજનાને આ લોકો કેટલી સફળતાથી અંજામ આપી રહ્યા છે. નક્સલવાદીઓને જવાનોના મુવમેન્ટના સંબંધમાં પહેલાથી જ માહિતી મળી ગઇ હતી. નક્સવાદીઓએ પૂર્વ આયોજિત હુમલો કર્યો હતો. નક્સલવાદીઓવારંવાર હુમલા કરતા રહ્યા છે. અ પહેલા ગયા વર્ષે એપ્રિલ મહિનામાં સુકમામાં નક્સલવાદીઓએ છુપો હુમલો કર્યો હતો. આ હુમલામાં ૨૫ જવાન શહીદ થયા હતા. આ તમામ જવાનો સીઆરપીએફના ૭૪મી બટાલિયનના હતા. જવાનોની ટીમ રોડ ઓપનિંગ માટે જઇ રહી હતી ત્યારે હુમલો કરવામાં આવ્યો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY