નક્સલી બજેટ ૪૦૦૦ કરોડ

0
8

નક્સલવાદીઓ દેશના અનેક રાજ્યોમાં હજુ પણ સક્રિય રહ્યા છે જેમાં બિહાર, છત્તીસગઢ, ઓરિસ્સા, તેલંગણા, આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે. નેપાળના કેટલાક ભાગોમાં પણ નક્સલીઓ સક્રિય છે. સૌથી મોટો પ્રશ્ન એ થાય છે કે જંગી બજેટ પણ આ લોકો ધરાવે છે અને તેમના બજેટમાંથી નવા હથિયારો અને વિસ્ફોટકોની ખરીદી કરવામાં આવે છે. આ ઉપરાંત મોટા હુમલામાં શહીદ થયેલા જવાનો પાસેથી હથિયારોની લુંટ પણ કરવામાં આવે છે. દેશના કેટલાક ભાગોમાં તેમનુ નેટવર્ક છે. બજેટની વાત કરવામાં આવે તો નક્સલવાદી ૪૦૦૦ કરોડનુ બજેટ ધરાવે છે. આ તમામ રાજ્યોમાં નક્સલવાદીઓ સામે છેલ્લા ઘણા સમયથી ઓપરેશન ચાલી રહ્યું હોવા છતાં વારંવાર પરિસ્થિતિનો લાભ ઉઠાવીને નક્સલવાદીઓ હુમલા કરવામાં સફળ સાબિત થાય છે. નક્સલવાદીઓના મોટા ગઢ તરીકે સુકમાને ગણવામાં આવે છે. સુકમામાં વિતેલા વર્ષો પણમા પણ કેટલાક હુમલા થઇ ચુક્યા છે. ગયા વર્ષે ૨૫મી એપ્રિલના દિવસે પણ નક્સલીઓએ આવો જ એક હુમલો કર્યો હતો જેમાં ૨૫ જવાન શહીદ થયા હતા. સીઆરપીએફના જવાનો નક્સલ વિરોધી ઓપરેશનમાં લાગેલા છે અને તેમના દ્વારા જ નક્સલવાદીઓ ઉપર અંકુશ મુકવાના પ્રયાસ થઇ રહ્યા છે. આવા સમયમાં નક્સલીઓના નિશાના પર સીઆરપીએફના જવાનો રહ્યા છે. ૨૫મી મે ૨૦૧૩ના દિવસે જ પણ સુકમામાં જ ૧૦૦૦ નક્સલીઓની ટોળકીએ કોંગ્રેસની પરિવર્તન યાત્રા ઉપર હુમલો કરી દીધો હતો જેમાં કોંગ્રેસના નેતા વિદ્યાચરણ શુક્લા, મહેન્દ્રકુમાર કર્મા, નંદકુમાર પટેલ સહિત ૨૫ લોકોના મોત થયા હતા. નક્સલી સમસ્યાના નેસ્તાનાબુદ માટે નવી મજબુત રણનિતીની જરૂર દેખાઇ રહી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY