3000 કીલો વોશ અને સામાગ્રી નો નાશ 3 બુટલેગરો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી
રાજપીપળા : નાંદોદ તાલુકાના રેલ ગામે ધમધમતી દેશી દારૂ ની ભઠ્ઠીઓ ની બાતમી મળતા આમલેથા પો.સ.ઈ સી.એમ ગામીત તથા તેમની ટીમે રેલ ગામે દેશી દારૂની 3 ભઠ્ઠીઓ નાશ કરતા દારૂ બનાવતા બુટલેગરો માં દોડધામ મચી હતી, પોલીસે 3000 કીલો વોશ અને સામાગ્રી નો નાશ 3 બુટલેગરો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર નર્મદા જિલ્લામાં દેશી વિદેશી દારૂઓના વેચાણ કરતા બુટલેગરો પર નર્મદા પોલીસ વોચ રાખી બેઠી છે અને એમને ઝડપી બુટલેગરોમાં ફાફળાટ મચાવ્યો છે ત્યારે જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડિયા ની સૂચનાથી આમલેથા પોસઇ સી.એમ.ગામીત તથા તેમની ટીમે રેલ ગામની સીમમાં ચેકીંગ હાથ ધરી એકજ ગામમાં 3 જેટલી દેશી દારૂની ભઠ્ઠીઓ નો નાશ કર્યો છે. જેમાં ધમધમતી ભઠ્ઠીઓ માં વપરાતા સાધનો તોડી દારૂ બનાવવા નો વોશ ઢોળી જેનો નાશ કરવામાં આવ્યો જેમાં રેલ ગામના સુરેશ ગુમાન વસાવા ની ભઠ્ઠી તોડી 1000 લીટર વોશ અંદાજિત 2280 રૂપિયાનો નાશ કર્યો, દિનેશ કંચન વસાવા નો 800 લીટર વોશ લગભગ 1860 ની કિંમતના સાધનો સાથે નો નાશ કર્યો, ચંદુ કુવંરજી વસાવા 1200 લીટર વોશ અને સમાન સાથે 2700 ના મુદ્દા માલ નો નાસ કર્યો આમ કુલ મળી 3000 લીટર વોશ અને દારૂ ગાળવાના સાધનો સાથે 4840 નો મુદ્દામાલનો નાશ કર્યો હતો.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




