વહીવટ દરમિયાન ૩૮ હજારની ઉચાપત કરનાર ગાડીત મંડળી ના પૂર્વ ચેરમેન ને બે વર્ષ કેદ ની સજા

0
110

 નાંદોદ તાલુકાના ગાડીત ગામે સતનામ દૂધ ઉત્પાદક સહકારી મંડળીના પૂર્વ ચેરમેન સુકાભાઇ નવાભાઈ વસાવાને ઉચાપતના કેસમા બે વર્ષની કેદની સજાનો હુકમ રાજપીપળાની એડીશનલ સેસન્સ કોર્ટે કર્યો છે.

ગાડીત સતનામ દૂધ ઉત્પાદક સહકારી મંડળીના તા.૧.૭.૧૯૯૪ પહેલા ચેરમેન આરોપી સુકાભાઈ નવાભાઈ વસાવા હતાં. આ દરમ્યાન તેઓએ રૂ.૩૮,૭૯૯.૯૧ ની ઉચાપત કરીઆ રૂપિયા પોતાના અંગત કામમા ઉપયોગમા વાપરી નાંખી ઉચાપત કરી હતી જેમાં ઇપીકો કલમ ૪૦૮ મુજબ શિક્ષાને પાત્ર ગુનો કરવાના ચકચારી કિસ્સામા રાજપીપળાની એડીશનલ સેસન્સ કોર્ટમા કેસ ચાલી જતા અદાલતે આરોપી સુકાભાઇ નવાભાઇ વસાવાને બે વર્ષની કેદની સજાનો હુકમ કર્યો છે. જેમા મુખ્ય જિલ્લા સરકારી વકીલે જીતેન્દ્ર ગોહિલે કેસની વિગત આપતા જણાવેલ કે, આ ઉચાપત કેસમા ઓડીટરે ફરિયાદ આપી હતી ત્યારે આ કેસ હાલ ચીફકોર્ટમા ચાલી જતા આરોપીને સજા કરતો હુકમ કર્યો હતો ત્યારબાદ આરોપીના વકીલ તરફે રાજપીપળાની એડીશનલ સેસન્સ કોર્ટમા અપીલ દાખલ કરેલ જે કેસ ચાલી જતા
સરકારી વકીલની દલીલો તથા રજૂકરેલ ચૂકાદાઓને ધ્યાનમા રાખી આરોપી સુકાભાઇને બે વર્ષની સજાનો હુકમ કરતા અન્ય આવા કૌભાંડીઓ માં ફફડાટ ફેલાયો હતો.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY