2.90 કરોડ જેવી માતબર રકમ થી તૈયાર થયેલી નવી નાંદોદ તાલુકા સેવા સદન કચેરી નું મંત્રી એ ઉદ્ઘાટન કર્યું તેનેે એકાદ વર્ષ થવા આવ્યા છતાં કચેરીઓ જુના મકાનો માં કાર્યરત
રાજપીપલા:રાજપીપળાની નાંદોદ મામલતદાર કેે પુરવઠા મામલતદાર કચેરી માં જગ્યા ના અભાવે અરજદારોના જરૂરી દસ્તાવેજો જથર વથર મુકવા થી ક્યારેક આ કિંમતી દસ્તાવેજો અટવાય જાય તેવી નોબત આવી શકે તેમ લાગે છે ત્યારે નવી નાંદોદ તાલુકા સેવાસદન નું રાજ્ય ના મંત્રીરી દ્વારા ઉદ્ઘાટન થયાને પણ એકાદ વર્ષ થયું હોવા છતાં એક પણ કચેરીનું ત્યાં સ્થળાંતર ન થતા હાલ જૂની નાંદોદ મામલતદાર કે પુરવઠા મામલતદાર સહિતની કચેરીઓ નાની પડતા અરજદારો અને કચેરીના કર્મચારીઓ ની હાલત બગડતી જોવા મળે છે ત્યારે નવી તૈયાર કચેરી ખસેડવા કોની રાહ જોવાઈ રહી છે તે સમજાતું નથી કરોડો ના ખર્ચે ઉભી કરાયેલી નવી બિલ્ડીંગ ધૂળ ખાઈ રહી છે અને જૂની કચેરીઓ માં જગ્યા સહીત ની ઘણી તકલીફો છે જેથી નવી બિલ્ડીંગ નો ઉપયોગ શરૂ કરાય તો દસ્તાવેજો ની કાળજી રાખી શકાય જોકે થોડા સમય પૂર્વે એમ જાણવા મળ્યું હતું કે નવા મકાન માં થોડું ફર્નિચર નું કામ બાકી હોવાના કારણે જાન્યુઆરી માં તે પૂરું થતા નવા મકાન માં લાગતી વળગતી તમામ કચેરી ચાલુ થશે પરંતુ હાલ જૂન મહિનો પૂરો થવા છે છતાં અને ઉદ્ઘાટન ને પણ ઘણો સમય થયો હોય છતાં કેમ નવા મકાન માં શિફટિંગ થતું નથી…? ઉદ્ઘાટન બાદ ક્યાં કારણોસર આ વિલંબ થઈ રહ્યો છે…? એકાદ વર્ષ ના સમયગાળા માં ભલભલું ફર્નિચર કે તમામ બાકી કામ પૂરું થઈ શકે તેમ છતાં આ નવી કચેરી માં પ્રવેશ કેમ થતો નથી અને એ બાબતે જિલ્લા ના અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ કેમ કોઈ પગલાં લેતા નથી એ આશ્ચર્ય પમાડે તેવી વાત છે .
ચીફ રિપોર્ટર,નર્મદા, ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




