નાંદોદ તાલુકાના બારખડી કામોદીયા ની સગીર બાળાને  લગ્ન ની લાલચે ભગાડી જનાર વિરુદ્ધ ફરિયાદ  

0
398

સગીર બાળા ગામની ખાડી પર કપડાં ધોવા ગઈ ત્યાંથી યુવાન બાઈક પર લઈ ભાગ્યો

રાજપીપલા: નાંદોદ તાલુકાના બારખાડી કમોદીયા ગામની એક સગીર બાળા ગત તારીખ 26 માર્ચના રોજ બપોરે ગામની ખાડી પર કપડાં ધોવા ગઈ હતી એ  સમયે બારખડી માં રહેતા નરેશ કરસન વસાવા નામના યુવાને બાળાને પટાવી લગ્ન ની લાલચ આપી પોતાની બાઈક નં.જી જે 22 બી 6872 પર લઈ કોઈ અજ્ઞાત સ્થળ પર લઈ જઈ સગીરા સાથે મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધવા ભગાડી લઈ ગયો હોવાનું સગીરા ના ભાઈ એ તેની ફરિયાદમાં લખાવ્યું છે સાથે સગીરાનો ભાઈ યુવાનના ઘરે તપાસ કરવા જતા ભગાડી જનાર નરેશ તથા તેના પિતા કરસને ધમકી આપી કે હવે પછી અમારા ઘરે પગ મુકશો નહિ નહિ તો જાણ થી મારી નાખીશું રાજપીપલા પોલીસે  સગીરાના ભાઈની ફરિયાદ ના આધારે  તપાસ હાથ  ધરી  છે.

ચીફરિપોર્ટર,નર્મદા,ભરત શાહ mo.મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY