મહિલા ખેલાડીએ કર્ણાટકના ડોક્ટર પર દુષ્કર્મનો આરોપ લગાવ્યો

0
320

ડાક્ટરે લગ્નની લાલચ આપીને બે વર્ષ સુધી દુષ્કર્મ આચર્યુ
બેંગ્લુરુ,તા.૨૧
મહારાષ્ટની એક આંતરરાષ્ટય સ્તરની અગ્રણી મહિલા ખેલાડીએ કર્ણાટકના એક ડાક્ટર પર તેમની સાથે બે વર્ષ સુધી બળાત્કાર કર્યાનો આરોપ લગાવ્યો છે. કારવીર પોલીસ સ્ટેશનના તપાસ અધિકારી દિલીપ તિબિલેના જણાવ્યા અનુસાર ૩૩ વર્ષની મહિલા ખેલાડીએ આ અઠવાડિયાની શરૂઆતમાં ડાક્ટર વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. આરોપી ડાક્ટર ઉત્તરી કર્ણાટકના ગુલબર્ગ શહેરમાં રહે છે. મહિલા ખેલાડીએ પોતાની ફરિયાદમાં કહ્યુ કે ડાક્ટરે તેને લગ્નની લાલચ આપીને બે વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું અને હવે તે પોતાના વચનથી ફરી ગયો છે. આરોપી ફરાર છે. તેની શોધખોળ ચાલુ છે. પીડિતાનું કહેવુ છે કે તે સોશિયલ મીડિયા મારફતે ડિસેમ્બર ૨૦૧૬માં આરોપી ડોક્ટરના સંપર્કમાં આવી હતી. થોડા સમય બાદ તે આરોપી ડોક્ટરને મળવા કોલ્હાપુર ગઈ. અમુક સમય બાદ ડોક્ટરે મહિલા ખેલાડીની સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. મહિલાએ તેનો સ્વીકાર કર્યો કેમ કે તેને લાગ્યુ કે ડોક્ટર સારા પરિવાર સાથે સંબંધ રાખે છે.
ફરિયાદમાં કહેવામાં આવ્યુ કે આ વર્ષે માર્ચ સુધી ડાક્ટરે મહિલા ખેલાડીને એક વાર ગોવા અને એક વાર બેંગાલુરુ બોલાવ્યા અને યૌન શોષણ કરવામાં આવ્યુ. મહિલાએ જ્યારે તેને લગ્ન કરવા કહ્યુ તો તેણે ના પાડી. આ વાત પર બંને વચ્ચે ઘણો ઝઘડો થયો. ડોક્ટરના વર્તનથી મહિલા ખેલાડીએ પોલીસમાં ફરિયાદ કરવાની ધમકી આપી. ડાક્ટરે તેને કÌšં જા તુ પોલીસ ફરિયાદ કરીશ તો આનું પરિણામ તારે સોશિયલ મીડિયા પર ભોગવવુ પડશે. ડાક્ટરે મહિલા ખેલાડીને મારી નાખવાની ધમકી આપી. તિબિલે કહ્યુ કે આ મામલાને ગંભીરતાથી લઈને કોલ્હાપુર પોલીસે ડોક્ટરને પકડવા માટે બે ટીમોની રચના કરી છે. મહારાષ્ટ પોલીસે ડાક્ટરને પકડવા અને મહિલા ખેલાડીને ન્યાય આપવાના પ્રયત્નો અનુસાર કર્ણાટક પોલીસની પણ મદદ માંગી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY