જેઠાણી એ દેરાણી ને જેલમાં પુરાવાની મજાક કરતા બંને વચ્ચે જગડા બાદ જેઠાણી એ મારામારી કરી.
રાજપીપલા :
નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના પાટના ગામે રહેતી સાવિત્રીબેન વસાવા ( નામ બદલ્યું છે )એ રાજપીપલા અભયં મહિલા હેલ્પલાઇન ને 181 પર ફોન કરી તેની જેઠાણી તેને મારતી હોવાની ફરિયાદ કરતા હેલ્પલાઇન ના કાઉન્સિલર જ્યોતિબેન વાઘમારે અને કોન્સ્ટેબલ સંગીતાબેન ત્યાં ગયા બાદ હકીકત જાણતા જેઠાણી ગીતાબેન વસાવા (નામ બદલ્યું છે)એ દેરાણી ને જેલમાં પુરાવી દેવાની ધમકી મજાકમાં આપતા બંને વચ્ચે બોલાચાલી બાદ જેઠાણી ગીતા એ
દેરાણી સાવિત્રી ને મારતા ઘભરાયેલી સાવિત્રી ઍ મહિલા હેલ્પલાઇન ને જાણ કરી હતી જોકે હેલ્પલાઇનની ટીમે બંનેને કાયદાકીય માહિતી આપી સમજાવતા મામલો થાળે પડ્યો હતો અને હવે પછી આવી મજાક નહિ કરવા જેઠાણી એ જણાવતા સુખદ સમાધાન થયું હતું .
રિપોર્ટર-નર્મદા-ભરત શાહ,મો.નં.9408975050
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"