નર્મદા અને ભરૂચ જિલ્લામાં ભારે વરસાદને પગલે ત્રણનાં મોત

0
82
નેત્રંગમાં સૌથી વધુ સાત ઇંચ વરસાદ, વીજળી પડતાં એકનું અને ડૂબી જતાં બેના મોત

મધ્યગુજરાતમાં વડોદરા નર્મદા અને ભરૃચ જિલ્લામાં ભારે વરસાદથી જળબંબાકાર થઇ ગયો હતો. ભારે વરસાદથી રસ્તા પર પાણી ભરાતા વાહનવ્યવહાર ખોરવાઇ જવાના બનાવોની સાથે બે બસ નાળાના ધસમસતા પ્રવાહમાં ફસાઇ ગઇ હતી. જ્યારે કોતરના પાણીમાંથી ઘરે જતી વિદ્યાર્થિનીનું મોત થયું હતું અને ઝઘડિયા પંથકમાં રતનપુરવાળી ખાડીમાં પાણીના વેગીલા પ્રવાહમાં ટ્રેકટર સાથે ચાલક તણાતા ડુબી ગયો હતો, અને ચાલક શંકર વસાવાનું મોત થયું હતું. અવિધા રાજપારડી રોડ પર ભુંડવા ખાડીના પાણી ફરી વળતા ૧૭ ઉતારૃ સાથે બસ તણાઇ ગઇ હતી. જોકે, સમયસર બચાવ કામગીરી કરી ઉતારૃઓને હેમખેમ બચાવી લેવાયા હતા. આ ઉપરાંત અવિધા – રાજપારડી વચ્ચે પણ બીજી એક બસ પાણીના પ્રવાહમાં ફસાઇ હતી. તેના ઉતારૃઓને પણ બચાવી લેવાયા છે. આમોદ ગામે ઘરનું છાપરૃં સમુ કરતા શ્રમજીવી વીરસિંગ પર વીજળી પડતા તેનું તત્કાળ મોત થયું હતું. શિનોર, ભાલોદ, વાલિયા, દેડિયાપાડા, સાગબારા વિગેરે સ્થળોએથી પણ દિવસ દરમિયાન ભારે વરસાદ પડયો હતો. નેત્રંગમાં સૌથી વધુ ૭ ઇંચ વરસાદ નોધાયો છે. આ સાથે ભરૃચ તાલુકામાં ૩૧ મીમી, આમોદમાં ૩ મીમી, અંકલેશ્વરમાં ૯૦ મીમી, હાંસોટમાં ૨૩ મીમી, જંબુસર ૩૧ મીમી, વાલિયામાં ૧૪૦ મીમી, ઝઘડિયા ખાતે ૨૫ મીમી વરસાદ નોધાયો છે. વાગરા તાલુકો કોરો રહ્યો હતો. શિનોરમાં સવા ઇંચ વરસાદ નોધાયો હતો.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY