શિક્ષણની સ્થિતિ કથળી : નાંદુરી ગામની શાળામાં સતત ૫મા દિવસે તાળાબંધી

0
8

જામનગર,તા.૨૭
ગુજરાતમાં સરકારી શાળાઓમાં શિક્ષણનુ સ્તર અત્યંત ખરાબ છે. જામનગરના નાંદુરી ગામના લોકોએ પાંચ દિવસ પહેલા તેમના ગામમાં આવેલ પ્રાથમિક શાળાને તાળા લગાવ્યા હતા. જાકે સરકાર દ્વારા કોઈ નિર્ણય ન લેવામાં આવતા આખરે તેઓ ઉપવાસ પર ઉતર્યા હતા.
જામનગરમાં આવેલ નાંદુરી ગામની પ્રાથમિક શાળામાં શિક્ષકોનો અભાવ હોવાથી ગામલોકોએ શાળાને તાળાબંધી કરવાની ફરજ પડી હતી. એ બાદ તેઓ ઉપવાસ પર ઉતર્યા હતા.
ઉલ્લેખનીય છે કે ગામની આ શાળામાં ૧૯૩ વિદ્યાર્થીઓને ભણાવવા માટે એક આચાર્ય અને માત્ર બે જ શિક્ષકો હોવાથી વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલી પડતી હતી. ગ્રામજનો દ્વારા શિક્ષકોની ભરતી કરવાની રજૂઆત કરવામાં આવી હતી જેને કાને ન ધરાતાં રોષે ભરાયેલા ગ્રામજનોએ શાળાને તાળાબંધી કરી હતી.
આ બાદ ગ્રામજનો શિક્ષકોની ભરતી થાય એ માટે હવે ઉપવાસ પર ઉતર્યા છે. શાળાના પટાંગણમાં જ ગ્રામજનો ઉપવાસ પર બેઠા છે. સતત પાંચ દિવસથી શાળા બંધ છે તો પણ શિક્ષણ વિભાગ તરફથી હજી સુધી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
મોટા ભાગે ગામડામાં ચાલતી સરકારી શાળાઓમાં સરકાર અને શિક્ષણ વિભાગ દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવતા ન હોવાથી આજે શિક્ષણની સ્થિતિ કથળી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY