જિઓ ટ્રાઈના લિસ્ટમાં ટોપ પરઃ સપ્ટેમ્બર ત્રિમાસીક ગાળામાં એજીઆર ૮,૨૭૧ કરોડ

0
19

ન્યુ દિલ્હી,તા.૨૭
ચાલુ નાણાકિય વર્ષના જૂલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસીક ગાળામાં એજીઆરના મામલે રીલાયન્સ જિઓ શિર્ષ પર રહી છે. આ સમયમાં જિઓનો એજીઆર ૮,૨૭૧ કરોડ રુપિયા રહ્યો છે. ટ્રાઈના તાજેતરમાં સામે આવેલા આંકડાઓમાં આ જાણકારી આપવામાં આવી છે. ટ્રાઈના તાજેતરના આંકડાઓ અનુસાર વોડાફોન આઈડિયાનો એજીઆર અથવા મોબાઈલ સેવાઓમાંથી આવક ૭,૫૨૮ કરોડ રુપિયા રહી છે.
ભારતી એરટેલ ૬,૭૨૦ કરોડ રુપિયાના એજીઆર સાથે ત્રીજા સ્થાન પર રહી છે. સરકારનો દૂરસંચાર કંપનીઓ સાથે લાયસન્સ અને અન્ય શુલ્કોથી મળનારી રેવન્યૂનો ભાગ એજીઆરના આધાર પર જ નક્કી થાય છે. જૂલાઈ-સપ્ટેમ્બરના ત્રિમાસીક ગાળામાં બીએસએનએલનો એજીઆર ૧,૨૮૪.૧૨ કરોડ રુપિયા રહ્યો.
આનાથી પહેલાના એપ્રિલ-જૂન ત્રિમાસીક ગાળામાં એકલ આધાર પર જિઓ આ લીસ્ટમાં ૭,૧૨૫.૭ કરોડ રુપિયાના એજીઆર સાથે પ્રથમ સ્થાન પર હતી. વોડાફોન અને આઈડિયાનો સંયુક્ત એજીઆર જીઓથી વધારે એટલેકે ૮,૨૨૬.૭૯ કરોડ રુપિયા હતો. અલગ અલગ વાત કરવામાં આવે તો વોડાફોનનો એજીઆર ૪,૪૮૩.૬૯ કરોડ રુપિયા અને આઈડિયાનો એજીઆર ૩,૭૪૩.૧ કરોડ રુપિયા હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY