ડીમોલીશન કરી મિલ્કતદારો પાસે ચાર્જ વસૂલાયો
સુરત, તા.૨૫
સાઉથ ઝોન ઉધનાના એડી. સીટી ઈજનેર (સી) તથા ઝોનલ ચીફ તથા કાર્યપાલક ઈજનેરની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ ટી.પી. સ્કીમ નં.૬ મજુરા-ખટોદરા, ફા. પ્લોટ નં.૩૮૪, પ્લોટ નં.૨૪૫, બેઠી કોલોની, ગુજરાત હાઉસિંગ બોર્ડ, ખટોદરા સુરત વાળી મિલ્કતના મિલકતદારો દ્વારા સુરત મહાનગરપાલિકાની પરવાનગી વિના બાંધકામ કરેલ હોવાનું જણાઈ આવેલ જેથી સદરહું મિલ્કતદારોને અત્રેથી સ્થળ પર થયેલ બાંધકામ સબબ તાકીદની નોટીસ પાઠવવામાં આવેલ જેનો અમલ મિલ્કતદારો દ્વારા કરવામાં ન આવતા તા.૨૨-૧૦-૨૦૧૮ થી સદરહું મિલકતમાં સુરત મહાનગરપાલિકાની પરવાનગી વિના કરવામાં આવેલ આશરે ૪૦૦ ચો.ફુટ માપ વિસ્તારમાં કરવામાં આવેલ આર.સી.સી. બાંધકામ અત્રેથી તોડી દૂર કરવામાં આવેલ છે. જેના વહીવટી ચાર્જ પેટે રૂ.૩૦,૦૦૦ મિલ્કતદારો પાસેથી વસૂલ લેવામાં આવેલ છે. ઉપરાંત ટી.પી. સ્કીમ નં.૬ મજુરા-ખટોદરા, ફા. પ્લોટ નં.૩૮૪, પ્લોટ નં.૨૪૫, બેઠી કોલોની, ગુજરાત હાઉસિંગ બોર્ડ, ખટોદરા સુરત વાળી મિલ્કતના મિલ્કતદારો દ્વારા સુરત મહાનગરપાલિકાની પરવાનગી વિના બાંધકામ કરેલ હોવાનું જણાઈ આવેલ જેથી સદરહું મિલ્કતદારોને અત્રેથી સ્થળ પર થયેલ બાંધકામ સબબ તાકીદની નોટીસ પાઠવવામાં આવેલ જેનો અમલ મિલ્કતદારો દ્વારા કરવામાં ન આવતા તા.૨૨-૧૦-૨૦૧૮ થી સદરહું મિલકતમાં સુરત મહાનગરપાલિકાની પરવાનગી વિના કરવામાં આવેલ આશરે ૬૦૦ ચો.ફુટ માપ વિસ્તારમાં કરવામાં આવેલ આર.સી.સી. તથા ચમતરની દિવાલો સહિતનું બાંધકામ અત્રેથી તોડી દુર કરવામાં આવેલ છે. જેના વહીવટી ચાર્જ પેટે રૂ.૩૦,૦૦૦ મિલ્કતદારો પાસેથી વસૂલ લેવામાં આવેલ છે અને મોજે ઉધના, ઉધના ઉદ્યોગનગર સંઘ, પ્લોટ નં.૧૪/૧૭, રોડ નં.૮, ઉધના સુરત વાળી મિલ્કતના મિલ્કતદારો દ્વારા સુરત મહાનગરપાલિકાની પરવાનગી વિના બાંધકામ કરેલ હોવાનું જણાઈ આવેલ જેથી સદરહું મિલ્કતદારોને અત્રેથી સ્થળ પર થયેલ બાંધકામ સબબ તાકીદની નોટીસ પાઠવવામાં આવેલ જેનો અમલ મિલ્કતદારો દ્વારા કરવામાં ન આવતા તા.૨૨-૧૦-૨૦૧૮ થી સદરહું મિલ્કતમાં સુરત મહાનગરપાલિકાની પરવાનગી વિના કરવામાં આવેલ આશરે ૧૮૦૦ ચો.ફુટ માપ વિસ્તારમાં કરવામાં આવેલ આરપ.સી.સી. તથા ચણતરની દિવાલો સહિતનું બાંધકામ અત્રેથી તોડી દૂર કરવામાં આવેલ છે. જેના વહીવટી ચાર્જ પેટે રૂ.૧,૧૦,૦૦૦ મિલ્કતદારો પાસેથી વસૂલ લેવામાં આવેલ છે. તેમજ ટી.પી. સ્કીમ નં.૫૯ ઉન, ફા. પ્લોટ નં.૧૯૦, પ્લોટ નં.૨૭-૨૮, શ્રીજી નગરી, ઉન સુરત વાળી મિલ્કતના મિલ્કતદારો દ્વારા સુરત મહાનગરપાલિકાની પરવાનગી વિના બાંધકામ કરેલ હોવાનું જણાઈ આવેલ જેથી સદરહું મિલ્કતદારોને અત્રેથી સ્થળ પર થયેલ બાંધકામ સબબ તાકીદની નોટીસ પાઠવવામાં આવેલ જેનો અમલ મિલ્કતદારો દ્વારા કરવામાં ન આવતા તા.૨૨-૧૦-૨૦૧૮ થી સદરહું મિલ્કતમાં સુરત મહાનગરપાલિકાની પરવાનગી વિના કરવામાં આવેલ આશરે ૩૫૦ ચો.ફુટ માપ વિસ્તારમાં કરવામાં આવેલ આર.સી.સી. તથા ચણતરની દિવાલો સહિતનું બાંધકામ અત્રેથી તોડી દૂર કરવામાં આવેલ છે. જેના વહીવટી ચાર્જ પેટે રૂ.૨૦,૦૦૦ મિલ્કતદારો પાસેથી વસૂલ લેવામાં આવેલ છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"





