પેરિસમાં મુસાફરો સાથેની બે ટ્રામ અથડાઈ, ૧૨ લોકો ઘાયલ

0
7

નાનટેરે,તા.૧૨
પેરિસના પરા વિસ્તારમાં મુસાફરો સાથેની બે ટ્રામ સામ-સામે અથડાવાથી ૧૨ લોકોને ઈજા થઈ હતી જે પૈકી એકની સ્થિત નાજુક હોવાનું જણાયું છે. ફ્રાન્સના પાટનગર પેરિસના દક્ષિણપશ્ચિમમાં ઈસી-લેસ-મોલિનેક્સ પરા વિસ્તાર ખાતે સોમવારે આ દુર્ઘટના ઘટી હતી. બન્ને ટ્રામમાં મુસાફરો સવાર હતા અને એકાએક ધડાકાભેર બન્ને ટ્રામ અથડાઈ હતી. એક ટ્રામ ઊભી હતી જ્યારે બીજી ટ્રામ પાછળથી અથડાઈ હતી. આ ટક્કરને પગલે આગળની ટ્રામ પાટા પરથી નીચે ઉતરી ગઈ હતી. ફાયર વિભાગના પ્રવક્તાના જણાવ્યા મુજબ આ ટક્કરને પગલે એક વ્યક્તિને ગંભીર રીતે ઈજા થઈ હતી જ્યારે અન્ય ૧૧ને સામાન્ય ઈજા થઈ હતી. નવ લોકોને સ્થાનિક હોસ્પિટલમાં એડમિટ કરાયા હતા. બન્ને ટ્રામ વચ્ચે એક્સિડન્ટને પગલે રાત સુધી ટ્રાફિક ખોરંભાયો હતો અને રિપેરિંગ કામગીરી બાદ સેવા પુનઃ શરૂ થશે.
વાહન વ્યવહાર એક્ઝિક્યુટિવ કેથેરિન ગુઈલોઅર્ડએ ઘટનાસ્થળની મુલાકાત લીધી અને જણાવ્યું કે, ‘આ ઘટના બદલ આંતરિક તપાસના આદેશ આપવામાં આવ્યા છે. થોડા દિવસ સુધી રિપેરિંગ કામગીરી હાથ ધરાશે ત્યારબાદ ટ્રાફિક પુનઃ રાબેતા મુજબ શરૂ થઈ શકશે.’ સામાન્ય રીતે પેરિસના પરા વિસ્તારમાં ટ્રામનો અકસ્માત થવો દુર્ભાગ્યપૂર્ણ ગણાય છે. લગભગ બે દાયકા પૂર્વે આ સેવાની શરૂઆત થઈ હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY