પાટણ,તા.૧૨
રાધનપુર-મહેસાણા હાઈવે પર બોલેરો જીપ પલટી મારતા ૫૦ ફૂટ ફંગોળાઈ હતી. જેમાં સવાર બે યુવકના મોત નીપજ્યા હતા. જ્યારે બે ઘાયલ થયા હતા.
મળતી માહિતી પ્રમાણે રાધનપુરના ૪ મિત્રો વહેલી સવારે ૪.૩૦ વાગ્યે વરાણા મેળામાં દર્શન માટે ગયા હતા. ત્યાથી પરત ફરતી વખતે ડ્રાઈવરના સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા બોલેરો જીપ પથ્થર સાથે ટકરાઈ હતી. જેથી જીપ ૫૦ ફૂટ ફંગોળાઈ હતી. જેમાં ઠાકોર સમાજના બે મિત્રોના મોત નીપજ્યા હતા. જ્યારે બે મિત્ર ગંભીર રીતે ઘાયલ થતા રેફરલ હોસ્પિટલ ખસેડાયા હતા.
અકસ્માતમાં મૃત્યુ પામેલા ભાવેશના કાકાના દીકરા મનુભાઈ ઠાકોરના જણાવ્યા મુજબ મૃતકના પરિવારજનો રાજકોટ ખાતે રહીને મજૂરી કરીને જીવનનું ગુજરાન કરે છે. અને ભાવેશ અહીં એકલો રહીને રીક્ષા ચલાવીને ગુજરાન ચલાવતો હતો. બીજા મૃતક મનોજના પિતા લગધીરભાઈના જણાવ્યા મુજબ તેમના પરિવારજનો પણ કચ્છના રાપર ખાતે સગાવહાલાઓને મળવા માટે ગયા હતા, દીકરા મનોજ સાથે છેલ્લે રાત્રે નવ વાગે વાત થઇ હતી, અને હું હમણાં જ પરત આવું છું તેમ કહ્યુ હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



