નરાધમ ભાઈઓએ 12 વર્ષની બાળકી સાથે શારીરિક છેડછાડ કરતા ચકચાર

0
84

એક ભાઈ મળસ્કે 4 વાગે મોઢું દબાવી બાળકીને ધાબે લઈ જઈ છેડછાડ કરી દરમિયાન બાળકીના માતા-પિતા એ જોઈ જતા બાળકી બચી ગઈ,જ્યારે બાળકી પોતાની દુકાને બેઠી હતી ત્યારે બીજા ભાઈએ શારીરિક છેડતી કરી હતી.

રાજપીપળા:સાબરકાંઠા જિલ્લાના એક ગામમાં માત્ર અઢી વર્ષની માસૂમ બાળકી પર રેપ થયાની ઘટના બનતા સમગ્ર ગુજરાતમાં એના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા.હજુ એ ઘટનાની સ્યાહી ભૂંસાઈ નથી ત્યાંતો નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના વાઘોડિયા ગામે બે સગા નરાધમ ભાઈયોએ એક 12 વર્ષની માસૂમ બાળકી સાથે વારાફરતી શારીરિક છેડછાડ કરતા ચકચાર મચી જવા પામી છે.આ મામલે બાળકીને પિતાએ આમલેથા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બન્ને ભાઈયો વિરુદ્ધ પોકસો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
આ કેસની વિગત મુજબ નાંદોદ તાલુકાના વાઘોડિયા ગામે રહેતો કૌશલ રમેશ બારોટ ગત 8/10/2018 ના રોજ મળસ્કે 4 વાગે લઘુશંકાએ જવા નીકળેલી ગામની જ એક 12 વર્ષની માસૂમ બાળકીનું મોઢું દબાઈ વાળ પકડી બાળકીને એના ધાબા ઉપર લઈ ગયો હતો.બાદ એની સાથે શારીરિક છેડછાડ કરી વારંવાર અસભ્ય માંગણી કરી હતી.દરમિયાન બાળકીના માતા-પિતા જાગી ગયા હતા અને આ જોઈ ગયા હતા.ત્યારે પરિસ્થિતિ પામી ગયેલ કૌશલ ત્યાંથી ભાગી છૂટ્યો હતો.તો બીજી બાજુ આ બનાવ બન્યાને આશરે 20 દિવસ અગાઉ જ્યારે બાળકી પોતાની દુકાનમાં બેઠી હતી ત્યારે કૌશલનો મોટો ભાઈ ભાવેશે ત્યાં આવી બાળકી સાથે શારીરિક છેડછાડ કરી હતી.તો એ બાળકી જ્યારે પણ અભ્યાસ અર્થે ગામની શાળાએ જતી હતી ત્યારે આ તો મારી લવર છે એવું બોલી બાળકીની જાતીય સતામણી અને છેડતી કરી હતી.આ ગંભીર ઘટના મામલે બાળકીના પિતાએ આ બન્ને નરાધમ સગા ભાઈઓ વિરુદ્ધ આમલેથા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે એ બન્ને ભાઈઓ વિરુદ્ધ પોકો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.બીજી બાજુ આ ગુનો નોંધાયા બાદથી આરોપી બન્ને સગા ભાઈઓ ફરાર હોવાનું પણ જાણવા મળ્યું છે.આ કેસની તપાસ ડેડીયાપાડા સી.પી.આઈ કે.એ.મકવાણા કરી રહ્યા છે.

બાળસુરક્ષા કર્મચારીઓએ ગભરાયેલી બાળકીનું કાઉન્સેલિંગ કર્યું ત્યારે બાળકીએ પોલીસને નિવેદન આપ્યું.
આ બનાવ બાદ બાળકી હેબતાઈ ગઈ હતી, ગભરાઈ ગઈ હતી.બીકની મારી એ પોતાના માતા-પિતા તેમજ પોલીસને પણ કશું કહી શકતી ન હતી.બાદ નર્મદા જિલ્લા બાળસુરક્ષા કચેરીના મહિલા કર્મચારીઓ લોપા વ્યાસ અને છાયા ચૌધરીએ બાળકીનું સતત કાઉન્સેલિંગ કરી સમજ આપી એની બીક ભાંગી હતી. ત્યાર બાદ એ બાળકીએ પોલીસ સમક્ષ પોતાની આપવીતી વર્ણવી હતી તે બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.
બાળકીએ હેરાનગતિ બાબતે શાળાના આચાર્યને પણ ફરિયાદ કરી હતી.
આ બનાવ બન્યા પેહલા એ બાળકીએ ગામની શાળાની બહાર બાકડે બેસતા અમુક છોકરાઓ પોતાની છેડતી અને હેરાનગતિ કરતા હોવાની ફરિયાદ પોતાના શિક્ષક અને આચાર્યને કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.આ ફરિયાદ બાદ આચાર્યએ એ છેલબટાઉ છોકરાઓને પોતાના તીખા અંદાજમાં ચેતવ્યા પણ હતા.હવે એ યુવાનોમાં આ બે સગા ભાઈઓ પણ શામિલ હતા કે કેમ એ મોટો પ્રશ્ન છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY