અમદાવાદ,તા.૧૫
દેશની ટોચની આઈટી કંપની ઈન્ફોસીસના સહ-સ્થાપક અને વર્તમાન એક્ઝિક્તિયુટીવ ચેરમેન એન આર નારાયણમૂર્તિએ શનિવારે અમદાવાદ ખાતે યુવા સંશોધકો અને તેમના માર્ગદર્શકોને ઈનામ વિતરણના એક કાર્યક્રમમાં ભારપૂર્વક જણાવ્યું કે, ભારત દેશને નોલેજ એટલે કે જ્ઞાન જ સમૃદ્ધ બનાવી શકે છે અને માત્ર રિસર્ચ એટલે કે સંશોધન થકી જ નોલેજ આવી શકે છે અને આપણા દેશની શિક્ષણ સંસ્થાઓમાં રિસર્ચ અને નોલેજના પાયગત સિદ્ધાંતોને સિદ્ધહસ્ત કરવા હોય તો આપણા દેશના શિક્ષણ અને શિક્ષણપ્રણાલિમાંથી રાજકીય હસ્તક્ષેપને દૂર કરવો જાઈએ. એટલું જ નહીં, આપણા શિક્ષણમાં કોઈ રાજકીય વિચારધારાને પણ ઘૂસાડવી ન જાઈએ
એક ખાનગી ફાર્મા કંપની, ટ્રોઈકા ફાર્માસ્યુટિકલ્સ દ્વારા અપાતા ફાર્મઈનોવા એવોર્ડના વિતરણ સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે વક્તવ્ય આપતા નારાયણ મૂર્તિએ ભારતીય શિક્ષણની હાલ વિશ્વની તુલનામાં પછાત સ્થિતિ અને અવદશા વિશે કહ્યું હતું કે, “આજે વિશ્વની ટોચની ૩૦૦ યુનિવર્સિટીઓ કે શિક્ષણ સંસ્થાઓમાં એકેય ભારતીય નથી અને આ બાબત આપણા માટે અત્યંત દુઃખદ છે. શિક્ષણનુ મહત્વ સમજીને તેમાં જ્ઞાન અને સંશોધન એટલે કે નોલેજ અને રિસર્ચને અંગીભૂત કરવાને બદલે આપણે આડા-અવળા વળાંકો પર ફંટાયા કરીએ છીએ. પોતાની સ્થિતિ સુધારવાને બદલે આપણે ઊલટાનું આ વિશ્વની ટોચની શિક્ષણ સંસ્થાઓની પસંદગી માટેના માપદંડો પર દોષારોપણ કરીએ છીએ અને એવી દલીલ કરીએ છીએ કે આ માપદંડો અમને સ્વીકાર્ય નથી. પરંતુ સત્ય તો એ છે કે આપણે આજે નહીં તો કાલે, તે માપદંડોને સ્વીકારવા જ પડશે જેની અખંડતા પર આજે આપણે સવાલો કરી રહ્યા છીએ કારણ કે આજે નહીં તો કાલે આપણું આ માપદંડોના આધારે જ મૂલ્યાંકિત થઈશું અને આપણું સ્તર સુધારવા આપણે આ માપદંડો પર જ ખરા ઉતરવું પડશે.”
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



