હોલિવુડ સ્ટાર માઇકલ વોલબર્ગનું ડેઇલી રૂટિન થયું વાયરલ

0
11

(જી.એન.એસ)ન્યુયોર્ક,તા.૧૫
હોલિવુડ સ્ટાર માઇકલ વોલબર્ગ હોલિવુડમાં ખાસ્સો નામદામ કમાઇ ચૂક્યા છે. તેની પોપ્યુલારીટી પણ ઘણી છે, પણ થોડા દિવસોથી તેની પોપ્યુલારીટી કરતા તેનું રૂટિન ઘણું વાયરલ થઇ રહ્યુ છે. કેવું લાગશે જ્યારે આ હોલિવુડ સ્ટાર રાતના અઢી વાગ્યે ઉઠીને જીમ કરતો હોય.
આ વાતની વોલબર્ગે ઇન્સ્ટાગ્રામમાં પુષ્ટિ કરી હતી. જેમાં તેણે ફેન્સને પોતાના ડેઇલી રૂટિન વિશે જણાવ્યું હતું. તેની દિનચર્યા બીજા લોકોથી ખૂબ જ અલગ રહી છે. જ્યારે લોકો સુતા હોય છે ત્યારે આ સ્ટાર વર્કઆઉટ કરતો હોય છે. અને આ હમણાંથી નહીં લાંબા સમયથી વર્કઆઉટ કરી રહ્યો છે.
માર્ક રાતના અઢી વાગ્યે ઉઠીને પ્રાર્થના કરતા હોય છે. સવારમાં ૩-૧૫ કલાકે બ્રેકફાસ્ટ જેમાં પીનટ બટર, બ્લૂબેરી અને દલિયા જેવી વસ્તુઓ લે છે. જે પછી ૯૫ મિનિટ જીમ કરે છે. જીમ બાદ ફરી ખાવાનું લે છે.
સવારના છ વાગી જતા બાથ લે. જે પછી ગોલ્ફ રમવું, ૮ વાગ્યે નાસ્તો કરવો અને ૧ વાગ્યે લંચ લીધા બાદ સાડા પાંચ વાગ્યે ડિનર લે છે. એ જ રીતે રાત્રે સાડા સાત વાગ્યે ઉંઘ લે છે. ત્યારે ટ્રાંસફોર્મરના આ અભિનેતાનો અજબ ગજબ રૂટિન જાઇ તેના ફેન્સ પણ શોક થઇ ગયા છે. કારણ કે હ્યુમન બોડી કરતા આ વર્કઆઉટ બિલ્કુલ અલગ છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY