નર્મદા જિલ્લાના 139 ગામો કે જ્યાં મોબાઈલ નેટવર્ક નથી આવતું એ માટે ખાસ ઉપયોગી એવી હેમ રેડિયો તાલીમ આપવામાં આવી

રાજપીપળા: નર્મદા જિલ્લા પોલીસ વડા મહેન્દ બગડીયાના માર્ગદર્શન હેઠળ નીર્ભયાની સુંદર કામગીરી બાદ નર્મદા જિલ્લા માટે જી આર ડી સભ્યો ને સજ્જ કરવા વધુ એક સરસ પ્રયાસ નર્મદા પોલીસ દ્વારા કરવામાં આવ્યો જેમાં ખાસ જિલ્લાના 92 જેવા જી આર ડી સભ્યોને હેમ રેડિયોની તાલીમ માઉન્ટ આબુ ખાતે આપવામાં આવી જિલ્લાના કેટલાય અંતરિયાળ એવા ગામો છે જ્યાં મોબાઈલ નેટવર્ક નથી આવતું ત્યારે ઇમર્જન્સી સમયે ઘણી તકલીફ પડતી હોય એવા ગામો માં હેમ રેડિયો દ્વારા તાત્કાલિક સંપર્ક કરાય એવા ઉમદા હેતુ થી નર્મદા ના જી આર ડી ને આ ખાસ તાલીમ આપવામાં આવી છે ત્યારે આ ટિમના ઈન્ચાર્જ પી એસ આઈ કે.કે.પાઠક જી આર ડી સભ્યો સાથે મળીને કુલ 92 સભ્યો આબુ ખાતે હેમ રેડીયો વાયરલેસ સીસ્ટમની તાલીમ લઈ લાઈસન્સ મેળવવા પરીક્ષા આપી હતી આ હેમરેડીયો જયા મોબાઈલનુ નેટવર્ક નથી આવતું તેવા ઞામો માટે ખુબ ઉપયોગી સાબિત થશે એમ લાગી રહ્યું છે

નર્મદા જિલ્લા ના 139 જેવા ગામો માં મોબાઈલ નેટવર્ક ના ફાંફા છે ત્યારે સમગ્ર આવા ગામો માં પોલીસ અને આરોગ્ય બાબતે ની ઇમર્જન્સી માટે ખુબ તકલીફ પડતી હોય આ હેમ રેડિયો સેવા ત્યાં આશીર્વાદરૂપ સાબિત થશે અને એ માટે અમે જી આર ડી ને ખાસ તાલીમ અપાવી છે એમ જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડિયા એ જણાવ્યું હતું
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"






