રાજપીપળા કાછીયા સમાજ દ્વારા પગપાળા જતા સંઘ ના ભક્તો માટે ખાસ જમવાની વ્યવસ્થા

0
60

ભાથીજી મહારાજનો કાગળ નો ધોડો બનાવી પરંપરાગત રીતે દર વર્ષે હજારો ભક્તો પગપાળા સંઘ માં જાય છે ત્યારે આ યાત્રીઓ ને મફત ભોજન પીરસી માનવતા નું કાર્ય કરતું કાછીયા સમાજ

રાજપીપળા : હાલ વિવિધ ધાર્મિક સ્થળો ઉપર ભક્તો પગપાળા જતા હોય છે જેમાં ડાકોર, ફાગવેલ વગેરે ધાર્મિક સ્થળો પર ગુજરાત તેમજ મહારાષ્ટ્ર માંથી પણ લોકો સંઘ લઈને પગપાળા યાત્રાએ નીકળતા હોય છે ત્યારે પોતાના વતન થી દૂર પગપાળા યાત્રાએ જતા હોય તેમને રાજપીપલા કાછીયા સમાજ દ્વારા પોતાના સમાજની વાડીમાં પદયાત્રિકો માટે મફત જમવાની વ્યવસ્થા કરવામાં આવે છે

કાછીયા સમાજ દ્વારા દર વર્ષે કાછીયા સમાજ ની વાડી માં આવા સંઘ માટે જમવાની વ્યવસ્થા કરાય છે સમાજ તરફ થી સ્વૈચ્છીક ફાળો એકત્ર કરી પગપાળા જતા સંઘ યાત્રિકો માટે મફત જમવાની વ્યવસ્થા કરવામાં આવે છે જેમાં ગુજરાત સહિત મહારાષ્ટ્ર ના દૂર દૂર થી આવતા લોકો ભોજન લે છે દર વર્ષે લગભગ હજારો લોકો આ સુવિધા નો લાભ લે છે અને અમે પોતે આ સેવા બાદલ આનંદ અનુભવીએ છે

ઉપરાંત મહારાષ્ટ્ર ના એક ગામ માં થી ફાગવેલ જઈ રહેલ સંઘ યાત્રી મંગલસિંગ જે કાછીયા સમાજ ની વાડી માં જમ્યા હતા તેઓએ જણાવ્યું હતું કે યાત્રિકો ને મફત ભોજન કરાવવું એ ઉમદા કાર્ય છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY