કારોબારી ચેરમેન રિપીટ કરાયા બાકી તમામ સમિતિ ના ચેરમેનો નીમી વહેંચણી શાંતિ પૂર્ણ રીતે કરવામાં આવી

રાજપીપળા : કોંગ્રેસ અને બીટીપી શાસિત નર્મદા જીલ્લા પંચાયતની 9 જેટલી સમિતિની રચના કરવા માટે આજે નર્મદા જીલ્લા પંચાયત ભવન ના કોન્ફરન્સ હોલમાં પ્રમુખ દામાભાઈ વસાવાનાં અધ્યક્ષસ્થાને સામાન્ય સભા મળી હતી જેમાં જિલ્લા વિકાસ અધિકારી ડો.જીન્સી વિલિયમ્સ સહીત અધિકારીઓ વચ્ચે મહત્વની તમામ સમિતિની રચના સર્વસંમતિ થી કરવામાં આવી હતી. ભાજપાનાં સભ્ય અને પંચાયતના વિરોધ પક્ષ નેતા ને સમિતિમાં સ્થાન આપવામાં આવ્યું. આમ કોઈ પણ પ્રકાર નો વિરોધ વગર શાંતિપૂર્ણ રીતે સમિતિઓની રચના કરી અધ્યક્ષોની વરણી કરવામાં આવી હતી.
નર્મદા જિલ્લા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ ની બીજી ટર્મ માં અલગ અલગ સમિતિઓના ચેરમેન પદની કોંગ્રેસ- બીટીપી વચ્ચે વહેંચણી થઈ હતી. નર્મમદા જિલ્લાલા પંચાયતમાં પ્રમુખ પદ કોંગ્રેસના દામાભાઈ વસાવા બન્યા છે. જયારે ઉપપ્રમુખ પદે બીટીપીના વનિતાબેન વસાવાની નિમણુંક કરાઈ છે. હવે જિ. પંચાયતની અલગ અલગ સમિતિઓના ચેરમેનની નિમણુંક માટેની સામાન્ય સભા મળી હતી જેમાં કોંગ્રેસ- જનતાદળ વચ્ચે ખાતાઓની વહેંચણી થઈે બાદમાં બંને શાસક પક્ષો ભેગામળી સમિતિઓ ની વહેચણી કરવામાં આવી હતી. જેમાં કોંગ્રેસ પાસે પ્રમુખ સાથે બાંધકામ સમિતિ,આરોગ્ય સમિતિ,મહિલા અને બાળ વિકાસ સમિતિ,૨૦ મુદ્દા અમલીકરણ સમિતિ અને અપીલ સમિતિ આવી જ્યારે જનતાદળ પાસે ઉપપ્રમુખ, કારોબારી સમિતિ, સિંચાઈ સમિતિ, સામાજીક ન્યાય સમિતિ, શિક્ષણ સમિતિ વહેચવામા આવી. સાથે ચેરમેનો ની પણ પસંદગી કરી વરણી કરમાવા આવી પંચાયતના તમામ વિભાગના અધિકારીઓ અને સતાપક્ષો એ અભિનંદન આપ્યા હતા
સમિતિઓના ચેરમેનો ની યાદી:
કારોબારી સમિતિ – બહાદુરસિંહ વસાવા
સામાજિક ન્યાય સમિતિ – લીલાબેન વસાવા
શિક્ષણ સમિતિ – આમનાબેન વલવી
આરોગ્ય સમિતિ – દિનેશભાઈ જે.તડવી
બાંધકામ સમિતિ – મુકેશભાઈ રોહિત
અપીલ સમિતિ – પ્રમુખ પોતે દામાભાઈ વસાવા
ઉત્પાદન સહકાર અને સિંચાઈ સમિતિ – શકુન્તલાબેન વસાવા
મહિલા બાળવિકાસ યુવા પ્રવૃત્તિ સમિતિ – શીતલબેન ભીલ
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




