વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને દેશ માટે ઘણું કરવું છે પણ આવા નેતાઓ ભાજપ ની છબી ખરડે છે

0
75

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ખેડાના લવાલ ગામના સરપંચ નો અનોખો વિરોધ, 

સરદાર પટેલ સ્મારક ના ચરણો માં આવેદન મૂકી પોતાની વ્યથા ઠાલવી ,ખેડાના સાંસદ દેવુસીહ ચૌહાણ અને માતરના ધારાસભ્ય કેસરીસિંહ ચૌહાણ દ્રારા માર મારી અત્યાચાર  કરતા હોવાની રાવ

રાજપીપળા : ખેડાના સાંસદ દેવુસીહ ચૌહાણ અને માતરના ધારાસભ્ય કેસરીસિંહ ચૌહાણ દ્રારા ખેડાના જ લવાલ ગામનાં સરપંચ મહિપતસિંહ ચૌહાન ને ગામના વિકાસ કરવામાં અવરોધ બન્યા હોય વારંવાર હેરાનગતિ કરી સરપંચ ને માર પણ માર્યો પણ રાજકીય વગને કારણે કોઈ પોલીસ કે રાજ્ય સરકાર આ સરપંચ ની વાત સાંભળતી નથી કે FIR ફાડતી નથી એટલે બાઈક લઈને આ સરપંચ દિલ્હી જઈ વડા પ્રધાન કચેરીમાં રજૂઆત કરી પણ કોઈ એ કશુ ના સાંભળતા તેને મંદિરો માં પણ અરજીઓ કરી હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર સરદાર સ્મારક પર આવેદન મૂકી ન્યાય માંગ્યો છે હવે ભાજપ ની સરકાર ના સાંસદ અને ધારાસભ્ય દ્વારા કરાયેલા અત્યાચાર નો ભોગ બનેલા આ યુવા સરપંચ ને ન્યાય ક્યારે મળશે એ જોવું રહયું।

ખેડાના લવાલ ગામનાં સરપંચ મહિપતસિંહ ચૌહાને જણાવ્યું હતું કે પોતાના વિસ્તારના ખેડાના સાંસદ દેવુસીહ ચૌહાણ અને માતરના ધારાસભ્ય કેસરીસિંહ ચૌહાણ દ્રારા મારી સારી કામગીરી જોઈ ભાજપ માં તેમનું પત્તુ કપાઈ જાય એવી કિન્નાખોરી રાખી માર મારી અત્યાચાર કરતા આવ્યા છે એક બે લાખના રોડ બાબતે વર્ક ઓર્ડર મળ્યો અને અમે કામ કર્યું છતાં આ લોકોએ અમને રૂપિયા સરકાર માંથી ના આપ્યા જેનો મેં વિરોધ કર્યો એટલે આ બંને એ મને માર મરાવ્યો જેથી તેમની વિરુધ્ધ મેં આ લડત ઉપાડી છે.સાંસદ દેવુસિંહે ગામના રસ્તાની ગ્રાન્ટ દબાવી રાખી બાદમાં ધારાસભ્ય કેસરીસિંહ મારફતે હુમલો કરાવ્યો. ધારાસભ્ય અને સાંસદ સામે અગાઉ pmo માં રૂબરૂ આવેદનપત્ર આપ્યા છતાં કાર્યવાહી ન થઈ હવે આ સરદાર વલ્લભભાઈ પટેલ પર શ્રદ્ધા છે કે મને ન્યાય અપાવે હવે જ્યાં સુધી મને ન્યાય નહિ મળે ત્યાં સુધી લડત ચાલુ રાખીશ, પણ મને ખેદ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને દેશ માટે ઘણું કરવું છે પણ આવા નેતાઓ ભાજપ ની છબી ખરડે છે જે બાબતે પાર્ટીએ તેમના વિરુદ્ધ પગલાં લેવા જોઈએ .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY