ભાવનગર,તા.૨૭
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઘોઘા-દહેજ રો રો ફેરીનું લોકાર્પણ થયું હતું તે ૨૧ નવેમ્બરે ઘોઘાથી પાંચ કિલોમીટરના અંતરે મધદરિયે ખોટવાયું હતું. આ ફેરીનું એન્જિન દરિયામાં ગરમ થઇ જતા તેને ત્યાં જ અટકાવવી પડી હતી. સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે રો રો ફેરીને બીજું કંઇ નહીં પરંતુ માવા-મસાલાની કોથળી એવી નડી ગઇ કે તેના કારણે તેનું એન્જિન ગરમ થઇ ગયું હતું અને બંધ કરવું પડ્યું હતું. આ ફેરીમાં ૪૬૭ મુસાફરો અને વાહનો હતો. પરંતુ મુસાફરોને સલામત રીતે બહાર કાઢ્યા હતા.
આ જહાજના એન્જિનને ઠંડુ રાખતી કુલિંગ સિસ્ટમની પાઇપમાં પ્લાસ્ટિકની કોથળી ફસાઇ ગઇ હતી. જેના કારણે તેમાંથી પાણી પસાર થઇ શકતુ નહોતું અને તેનાથી એન્જિન ઓવરહીટ થઇ જતા તેને ત્યાં જ બંધ કરી દેવું પડ્યું હતું. છેલ્લા એક અઠવાડિયાથી બંધ પડેલું આ જહાજ હજુ ૧૦ દિવસ સુધી ચાલુ થઇ શકે તેમ નથી કારણ કે રિપેરિંગ કરતા જ ૧૦ દિવસનો સમય લાગશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"






