રાજપીપળા શહેર માં ફરી રખડતા આખલા એ એક ને ભેટી મારતા ગંભીર ઇજા
રાજપીપળા : રાજપીપળા ના મુખ્ય માર્ગો પર વધતા રખડતા ઢોર નો ત્રાસ દિવસે દિવસે વધી રહ્યો છે જેના કારણે રાહદારીઓ અને ઘર પાસે પાર્ક કરેલા વાહનો ને તો નુકસાન પોંહચાડવુ સામાન્ય બની ગયું છે ત્યારે હવે આખલા રાહદારીઓ ને અડફટે લઈ ઇજા કરવાની ઘટના પણ વધતી જતા લોકો માં ડર ફેલાયો હોય પાલિકા દ્વારા અગાઉ વારંવાર ઘણી જેહમત ઉઠાવી આ આતંક ફેલાવતા આખલાઓ પકડવાની કામગીરી કરાઈ હતી પરંતુ અમુક વિરોધ ઉઠતા પાલિકા એ પણ આ કામગીરી પડતી મુકતા હાલ રાજપીપળા શહેર ના માર્ગો ઉપર ફરી આખલાઓ ની ધમાલ વધી છે ત્યારે ગતરોજ બોડેલી થી રાજપીપળા લગ્ન માં આવેલા મકબુલભાઈ ખત્રી ને હરસિદ્ધિ માતાના મંદિર નજીક એક આખલા એ ભેટી મારતા એમના હાથે ફેક્ચર થયું હતું રાત દિવસ શહેર ના માર્ગો પર રખડતા જોવા મળતા ઢોર છાસવારે લોકો ને શિકાર બનાવી ગંભીર ઇજા કરતા હોય ત્યારે લોક હિત માટે પાલિકા દ્વારા થતી ઢોર પકડ ઝુમ્બેશ માં લોકો એ સહકાર આપવો જોઈએ નહીં તો અન્ય શહેરો ની જેમ ક્યારેક કોઈનો ભોગ લેવાઈ શકે એમ છે જેમાં ખાસ કરીને સ્ટેશન રોડ દરબાર રોડ સહિતના માર્ગ પર રખડતા ઢોર દ્વારા થતું વાહનો ને નુકસાન અને લોકો ને અડફટે માં લેતા થતી ઈજાઓ ને ધ્યાને લઈ પાલિકા ની ટીમે ફરી આ ઝુમ્બેશ શરુ કરવી જરૂરી જણાય છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"








