સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં વ્યુઈંગ ગેલેરી પર જવાની લિફ્ટ 2 દિવસ થી ખોટકાતા :5 હજાર થી વધુ પ્રવાસીઓ અટવાયા

0
30

ખોખલા મેનેજમેન્ટ ના કારણે પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે.

પ્રવાસીઓએ પૈસા પરત મેળવવા હોબાળો મચાવ્યો ત્યારે કર્મચારીઓ પલાયન થયા : મંગળવારે સવારથી 2 વાગ્યા સુધી લિફ્ટ બંધ રહેતા લાંબી કતારો

સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં વ્યુઇંગ ગેલેરી પર જવાની લિફ્ટ વારંવાર ખોટકાતા પ્રવાસીઓ માં નારાજગી

રાજપીપળા : વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ પ્રવાસીયો નો ભારે ધસારો રહે છે ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા દેશભરમાંથી પ્રવાસીઓ ઉમટી રહ્યા હોય અને લોકાર્પણના એક મહિના બાદ પણ મેનેજમેન્ટના અભાવે પ્રવાસીઓએ ઘણી હલાકીઓ વેઠવાનો વારો આવ્યો છે ત્યારે મેનેજમેન્ટ માં હજુ નિષ્ક્રિયતા જોવા મળતી હોવાની બુમ ઉઠી છે ત્યારે દર સોમવારે ત્યાં મેન્ટેનન્સ થવા છતાં વ્યુઇગ ગેેરીની લિફ્ટ વારંવાર ખોટકાઈ રહી છે. એ મેનેજમેન્ટ ની કામગીરી ની પોલ ખુલ્લી કરે છે ત્યારે આવા ખોખલા મેનેજમેન્ટ ના કારણે પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે જેને લઈને પ્રવાસીઓ માં ઘણો રોષ જોવા મી રહ્યો છે.

સોમવારની રજા બાદ મંગળવારે સવારથી જ ંબી કતારોમાં ઉા રહી ટિકિટ લઇ પ્રવાસીઓ સ્ટેચ્યુ જોવા ઉત્સાહભેર ગયા ત્યારે લિફ્ટ બંધ હોવાના કારણે પ્રવાસીઓ માં રોષ વધી ગયો અને કલાકો સુધી લિફ્ટમાં જવા બેસી રહેતા પ્રવાસીઓ અકળાયા હતા અને પૈસા પરત માંગતા કર્મચારીઓ પણ ત્યાંથી સરકી ગયા હતા. ત્યારે ત્યાં ટેકનીશીયનો માં દોડધામ મચી હતી અને ઘણી મહેનત બાદ બપોરે બે વાગે લિફ્ટ ચાલુ થતા પ્રવાસીઓ ને હાશકારો થયો પરંતુ સવારે 8 થી 11 ના સ્લોટ માં આવેલ 1500 થી વધુ પ્રવાસીઓ ને નિરાશ થઇ વ્યૂહ ગેલેરી ની ટિકિટ લેવા છતાં પરત ફરવું પડ્યું હતું

ઉલ્લેખનીય છે કે આવીજ પરિસ્થિતિ ગત રવિવારે 2જી ડિસેમ્બરે પણ બની હતી જેમાં સવારે 11 થી 3 વાગ્યા સુધી લિફ્ટ બંધ રહી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા 11043 પ્રવાસીઓ આવ્યા જેમાં 11 થી 3નો સ્લોટ હેરાન પરેશાન થઇ ગયો હતો અને વારંવાર આમ લિફ્ટ ખોટકાતા આ લિફ્ટ ની યોગ્ય મરામત કરવામાં આવે જેથી સરકારની આબરૂ ના ધજાગરા ન ઉડે જોકે સમગ્ર દિવસ દરમ્યાન આ અણઘડ વ્યવસ્થા ના અભાવે નર્મદા પોલીસે ઘર્ષણ માં ઉતરવું પડે છે પોલીસ ને જોઈ પ્રવસીઓ વધુ હોબાળો નથી કરતા પરંતુ પોલીસ ને રોજ પ્રવાસીઓ સાથે ઘર્ષણ થાય છે ત્યારે ત્યાં યોગ્ય વ્યવસ્થા કરાય એ જરૂરી બન્યું છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY