કલેક્ટરશ્રી આઇ.કે.પટેલે મહોળેલ ગામની મુલાકાત લીધી

0
146

ગ્રામજનોની સુખાકારી માટે જિલ્‍લા વહીવટી તંત્ર સતર્ક છે -કલેક્ટરશ્રી આઇ.કે.પટેલ

નડિયાદઃ સોમવારઃ-  કલેક્ટરશ્રી આઇ.કે.પટેલે નડિયાદ તાલુકાના મહોળેલ ગામ ખાતે આકસ્‍મિક તપાસણી કરી હતી. આ પ્રસંગે જિલ્‍લા કલેક્ટરશ્રી આઇ.કે.પટેલે ગ્રામ પંચાયતની મુલાકાત લઇ વિવિધ રેકર્ડની તપાસણી કરેલ હતી અને ગામના અગ્રણી નાગરિકોની સાથે ગામના પ્રશ્નોની ચર્ચા કરી જણાવ્‍યું હતું કે, ગ્રામજનોની સુખાકારી માટે જિલ્‍લા વહીવટી તંત્ર સતર્ક છે. જો કોઇ સમસ્‍યા હોય તો તેની યોગ્‍ય સ્‍થળે રજૂઆત કરી વહલીતકે નિકાલ લાવવા જણાવ્‍યું હતું.

આ પ્રસંગે ગામમાં વય વંદના સહાય યોજના અન્‍વયે જે મહિલાઓને લાભ મળવાપાત્ર હતા તેના અધિકાર પત્રો જિલ્‍લા કલેક્ટરશ્રી આઇ.કે.પટેલના હસ્‍તે આપવામાં આવ્‍યા હતા.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY