રાજપીપળા: નર્મદા જિલ્લામાં તા. ૨૬ મી જુલાઇના રોજ સવારના ૬=૦૦ કલાક પુરા થતાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન દેડીયાપાડા તાલુકામાં- ૧૧ મિ.મિ., સાગબારા તાલુકામાં- ૬ મિ.મિ., નાંદોદ તાલુકામાં- ૫ મિ.મિ., તિલકવાડા તાલુકામાં- ૫ મિ.મિ. અને ગરૂડેશ્વર તાલુકામાં- ૪ મિ.મિ. વરસાદ નોંધાયો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.

નર્મદા જિલ્લામાં ચાલુ વર્ષના મોસમના કુલ વરસાદની પરિસ્થિતિ જોઇએ તો સાગબારા તાલુકો- ૬૩૬ મિ.મિ. વરસાદ સાથે પ્રથમ સ્થાને, દેડીયાપાડા તાલુકો- ૫૭૭ મિ.મિ. સાથે દ્વિતિય સ્થાને, ગરૂડેશ્વર તાલુકો – ૩૭૦ મિ.મિ. સાથે તૃતિય સ્થાને, તિલકવાડા તાલુકો- ૩૬૩ મિ.મિ. સાથે ચતુર્થ સ્થાને અને નાંદોદ તાલુકો- ૩૨૪ મિ.મિ. વરસાદ સાથે પાંચમા સ્થાને રહેવા પામ્યો છે.
નર્મદા જિલ્લાના વિવિધ ડેમોની સપાટીની પરિસ્થિતિ જોઇએ તો નર્મદા ડેમ- ૧૧૧.૫૧ મીટર, કરજણ ડેમ- ૧૦૭.૦૫ મીટર, નાના કાકડીંઆંબા ડેમ- ૧૮૩.૬૦ મીટર અને ચોપડવાવ ડેમ- ૧૮૩.૩૦ મીટરની સપાટી રહેવા પામી છે, જ્યારે નર્મદા નદીનું ગરૂડેશ્વર પાસેનું ગેજ લેવલ ૧૪.૨૦ મીટર હોવાના અહેવાલ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"





