કોઈ દેશને ગાળો આપી ન શકે
ન્યુ દિલ્હી,તા.૧૭
ભાજપના મહાસચિવ રામ માધવે કન્હૈયા કુમાર મામલે પોલીસનો બચાવ કર્યો છે. અને કહ્યું છે કે, રાજદ્રોહના મામલે સૌની સાથે સમાન વ્યવહાર થવો જાઈએ. તેઓએ આરોપ લગાવતા કહ્યું કે સમાજના કેટલાક બુદ્ધિજીવી વર્ગ રાષ્ટ્ર વિરોધી તાકાતોના હિતમાં આગળ આવી રહ્યા છે.
અભિવ્યક્તિની સ્વતંત્રતા મામલે રામ માધવે કહ્યું કે કોઈ દેશને ગાળો આપી ન શકે. જા કોઈ દેશના ટુકડાની વાત કરી અને તેને પોતાની અભિવ્યક્તિની આઝાદી ગણાવે તો તે ન ચાલે. અભિવ્યક્તિની સ્વતંત્રતાની પણ પોતાની એક બંધારણિય સીમા હોય છે. રામ માધવે કહ્યું કે, ૨૦૧૯માં ભાજપ વિકાસના એજન્ડા પર ચૂંટણી લડી રહ્યું છે. યુપીમાં પણ ગઠબંધનને પહોંચી વળવા ભાજપ પાસે પ્લાન છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




