ભરૂચના લિંક રોડ પર આવેલ એચ.ડી.એફ.સી બેંકના એ.સી.માં બ્લાસ્ટ થતા દોડ ધામ મચી..

0
364

ભરૂચ લિંકરોડ પર આવેલ એચ.ડી.એફ.સી બેંકના એ.સીનું કામકાજ દરમ્યાન ગેસ ભરતાં અચાનક મોટા અવાજ સાથે બલાસ્ટ થતાં દોડ ધામ મચી જવા પામી હતી.બનાવમાં એક બેંક કર્મી સહિત બે લોકો ઘવાતાં તેવોને સારવાર અર્થે હિલિંગ ટચ હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

 

બનાવ ની મળતી માહિતી મુજબ ભરૂચ શહેરના લીંકરોડ વિસ્તારમાં આવેલ એચ.ડી.એફ.સી બેંકની બ્રાન્ચમાં એ.સી. રીપેરીંગનું કામકાજ ચાલી રહ્યું હતું તે દરમ્યાન તેમાં ગેસ પુરવાની પ્રક્રિયા ચાલતી હતી ત્યારે અચાનક એ.સી માં મોટા અવાજે બ્લાસ્ટ થતાં બેંક સહિત આજુ બાજુમાં દોડ ધામ મચી જવા પામી હતી.એ.સી માં બ્લાસ્ટ તથા એ.સી નું કામ કરી રહેલા બે ઈસમો સહિત એક બેંક કર્મીને ગંભીર ઈજાઓ તથા તેવોને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચ ની હિલિંગ ટચ હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં.જ્યાં હાલમાં સારવાર ચાલી રહી છે.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ. મો:-9537920203.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY