રાજપીપળા ડેપોમાં પુત્ર પેસાબ કરવા ગયો અને બાંકડા પર બેસાડેલી વૃદ્ધ માતા ગુમ થતા પુત્રનો વલોપાત  

0
11

ઓલપાડથી એસટી બસમાં સાંકળ ગામે આવતા રાજપીપળા ડેપોમાં ઉતર્યા બાદ માતાને બાંકડા પર બેસાડી પુત્ર પાસવોટર ગયો ત્યાં ઘટના બની  

રાજપીપળા: નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના સાંકળ ગામે રહેતા હર્ષદભાઇ પોતાની માતા અંબાબેન છગનભાઇ પંડયા ઉવ ૬૦ સાથે ઓલપાડથી ગત તારીખ 20 ડિસેમ્બર સાંકળ ગામ જવા નીકળ્યા હતા તે બપોરે લગભગ બે વાગે રાજપીપળા એસટી ડેપો પોહ્ચ્યા બાદ માતાને ડેપોના બાંકડા પર બેસાડી પેસાબ કરવા ગયા અને પરત આવી બસ ડેપોમા જોતા એ ન મળતા ઘણી શોધખોળ કરી છતાં ન મળ્યા જેથી આજુબાજુમા તથા સગા સબંધીઓને ત્યા પણ તપાસ કરતા મળી નહીં આવતા ગુમ થયેલ હોય આખરે આ બાબતે રાજપીપળા પોલીસ સ્ટેશને જાણ કરતા પોલીસે ગુમ થનાર અંબાબેન ની શોધખોળ શરુ કરી હતી.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY