મોટા અવાજો સાથે જાણે રેસ લાગી હોય એમ ભાગતા કેટલાક બાઈક ચાલકો દ્વારા કાયદો હાથમાં લેવા છતાં પોલીસ વિભાગ તમાસો જુવે છે
રાજપીપળા ની સાંકડી શેરીઓ માં બેફામ બાઈકો લઈ જતા નાના ટાબરિયાઓ ની સંખ્યા પણ દિવસે દિવસે વધે છે ત્યારે કાયદાનો કેમ અમલ થતો નથી
રાજપીપળા : રાજપીપા શહેર માં હાલ ટ્રાફિક સમસ્યા વધી છે જેમાં વાહનોની સંખ્યા બમણી થઈ હોય આડેધડ પાર્કિંગ જવાબદાર જણાય છે સાથે રાજપીપળાની નાની ગલીઓ માં આડેધડ બાઈકો લઈ ભાગતા યુવાનો અને ટાબરિયાઓ ના કારણે નાના નાના અકસ્માતો પણ વધી રહ્યા છે છતાં પોલીસ મૂંગા મોઢે તમાશો જોતી હોય એમ કોઈજ રોકટોક નથી જેમાં ઘણા સમયથી સાઇલેન્સર ની ભૂંગળી કાઢી મોટા અવાજે દોડતી બાઈકો ની સંખ્યા પણ વધી છે છતાં કાયદાઓ હાથ માં રાખી બેફામ દોડતા આ બાઈકરો સામે કોઈ પગલાં લેવાતા નથી
આમ તો નિયમ મુજબ શાળાઓ ,કોલેજ ,લાઈબ્રેરી ,હોસ્પિટલો કે દવાખાના પાસે મોટા હોર્ન કે ખોટા ઘોંઘાટ પર રોક છે પરંતુ રાજપીપળા શહેર માં કોઈજ રોકટોક વગર બેફામ દોડતા અને આ શહેર ને પોતાની જાગીર સમજતા કેટલાક નબીરાઓ બિન્દાસ ફરે છે ત્યારે એ કોની મહેરબાની…? શું પોલીસ જવાબદાર કે વાલિયોની બેદરકારી…? ખેર જે જવાબદાર હોય એ પણ હાલ રાજપીપળા શહેર માં બાઈકરો નો આતંક વધતા લોકો તોબા પોકારી ઉઠ્યા છે માટે નર્મદા જિલ્લા પોલીસ વડા આ બાબતને ગઁભીરતાથી લઈ કાયદાનું કડક પાલન થાય એ બાબતે પોતાની ટીમને સૂચના આપે એ જરૂરી છે.
બૉક્સ : થોડા સમય પહેલાજ એક વડીલે જીવ ગુમાવ્યો હતો
રાજપીપળા દોલત બજાર માં રહેતા એક વડીલ ને આવાજ બેફામ જતા એક બાઈક ચાલકે અડફેટમાં લેતા ગંભીર ઈજાઓ બાદ એમનું મૃત્યુ થયું હતું તેની સ્યાહી હજુ સુકાઈ નથી ત્યાં હજુ બેફામ જતા આ બાઈકરો આગળ કોઈ બીજાનો ભોગ ન લે એ માટે હવે પોલીસે અને બેફામ દોડતા યુવાનો કે ટાબરિયાઓ ના વાલિયો એ કડક થવું પડશે .
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




