હવે સ્ટેચ્યુ જોવું હોય તો ભાજપનો ખેસ પહેરી જતા રહેવાનું,ના ચેકીંગ કરાશે ના ટિકિટ દેખાશે:રવિવારે ભાજપ મહિલા મોરચાની 6 હજાર મહિલાએ સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળ્યું.
સ્ટેચ્યુ પર છાસવારે આવતા વીવીઆઇપીઓથી પ્રવાસીઓ ત્રાહિમામ:વહીવટી તંત્ર કઈ નિરાકરણ લાવે તેવી માંગ
રાજપીપળા :સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવું હોય તો ભાજપનો ખેસ પહેરીને જશો તો કોઈ વાંધો આવશે નહિ અને કોઈ ચેકીંગ પણ કરશે નહિ.આવુ જ કઈક રવિવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જોવા મળ્યું હતું.એક તરફ લાંબી કતારોમાં તાપમાં પ્રવાસીઓ ટિકિટ લઈને ચેકીંગ કરાવતા આગળ વધી રહ્યા હતા અને જયારે ભાજપાની 6000 થી વધુ મહિલાઓને જાણે વીવીઆઈપીનો પાસ લીધો ન હોય એમ સીધો જ ટિકિટ ચેકીંગ વિના પ્રવેશ અપાઈ રહ્યો હતો.એટલું જ નહિ 1000ની એક્સપ્રેસ ટિકિટની ગેલેરીમાં 2000થી વધુ મહિલાઓ આવી જતા અવ્યવસ્થા પણ ઉભી થઈ હતી.આ બધું પ્રવાસીઓ નિહાળી રહ્યા હતા એટલે જ અરાજકતા સર્જાઈ હતી એમ ચર્ચાઈ રહ્યું છે.અને આ જ કારણે 1000ની એક્સપ્રેસ ટિકિટ લઈને સ્ટેચ્યુ જોવા જનાર પ્રવાસીઓ પણ અટવાયા હતા.
અત્રે એ ઉલ્લખનીય છે કે રવિવારના દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર 19531 પ્રવાસીઓ નોંધાયા હતા.જેમાં એક્સપ્રેસ ટિકિટ માત્ર 364,વ્યૂહ ગેલેરીની ટિકિટ માત્ર 5063 અને માત્ર એન્ટ્રી ટિકિટ લેનાર 12784 પ્રવાસીઓ રવિવારે નોંધાયા હતા.જેની સામે સ્થાનિક ભાજપના નેતાઓના કેહવા મુજબ 5000 જેવી મહિલા ભાજપની કાર્યકરોએ રવિવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ાળ્યું હતું.આ તમામ અંકડાઓનો અભ્યાસ કરવામાં આવે તો ભાજપની 5000 થી વધુ મહિલાઓએ માત્ર 120 રૂપિયાની એન્ટ્રી ટિકિટ લીધી હોવી જોઈએ.SOU ના નિયમ પ્રમાણે 120 રૂપિયાની એન્ટ્રી ટિકિટથી માત્ર સ્ટેચ્યુ ઓફ યુનિટી વોલથી ટિકિટ બારી સુધી જઈ શકાય પરંતુ સ્ટેચ્યુ પરિસરમાં જવા માટે પણ 350ની ટિકિટ લેવી જ પડે.પણ આતો 120 રૂપિયાની એન્ટ્રી ટિકિટમાં ભાજપની મહિલાઓ આખું સ્ટેચ્યુ ફરી આવી એમાં પણ કેટલી ધાંધલ ધમાલ કરી મૂકી હતી.તંત્રની એકને ગોળ અને એકને ખોળ એવી નીતિથી પ્રવાસીઓમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો.
મુંબઈના પ્રવાસી વિકાશ દેશમુખે જણાવ્યું હતું કે અમે 4 કલાકથી વ્યૂહ ગેલેરીમાં જવા ઉભા છે ભાજપની મહિલાઓની લાઈનો ચાર વાર ઉપર નીચે થાય છે પણ અમારી પ્રવાસીઓની લાઈન આગળ વધતી નથી.ભાજપની મહિલાઓએ ટિકિટ લીધી છે કે કેમ ખબર નથી.પણ એક બાજુ મહિલાઓની સ્પેશિયલ એક લિફ્ટ ચલાવવામાં આવે છે,વ્યૂહ ગેલેરીમાં જોવા મહિલાઓને છોડી પ્રવાસીઓની લિફ્ટમાંથી નીચે ઉતારે છે.આમ પાંચમે ફેરે પ્રવાસીઓને લઇ જાય છે,જેને લીધે પ્રવાસીઓ હેરાન પરેશાન થઇ ગયા છે.સરકાર આ બાબતે કઈ સોલ્યુસન લાવે બાકી 15000 પ્રવાસીઓને રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર લાવવાનું સપનું તૂટી જવાનું છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




