ન્યુ દિલ્હી,તા.૧૧
પુલવામા હુમલાનો બદલો લેવા માટે ભારતે પાકિસ્તાનના બાલાકોટ પર કરેલી એરસ્ટ્રાઈકના ૪૩ દિવસ બાદ પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય મીડિયાને બાલાકોટની ટુર કરાવવાનુ નાટક કર્યુ હતુ. ૪૩ દિવસ ભારતે કરેલા હુમલાના પૂરાવા દુર કરવા માટે કાફી છે તે તો સમજી શકાય તેવી વાત છે પણ એ પછીય મીડિયા જ્યારે બાલાકોટ પહોંચ્યુ ત્યારે મીડિયાના પ્રતિનિધિઓ સ્થાનિક લોકો સાથે બહુ વાત ના કરે તેનુ ધ્યાન પાકિસ્તાની સેના રાખી રહી હતી. કેટલાક મીડિયા કર્મીઓને પાક સેનાના અધિકારીઓ સ્થાનિક લોકો સાથે બહુ લાંબી વાત નહી કરવા માટે પણ ટકોર કરી હતી.
આમ તો પાકિસ્તાને એર સ્ટ્રાઈક બાદ તરત જ મીડિયાને ત્યાં લઈ જવાનો વાયદો કર્યો હતો પણ એ પછી પાકિસ્તાની સેનાએ મીડિયાને લઈ જવામાં ૪૩ દિવસ લગાવ્યા હતા.આંતરરાષ્ટ્રીય મીડિયાના પ્રતિનિધિઓને હેલિકોપ્ટર થકી મનસેરા પાસે ઉતાર્યા હતા અને ત્યાંથી દોઢ કલાક સુધી પહાડી રસ્તાઓ પર ચલાવ્યા હતા.મીડિયાને ત્રણ અલગ અલગ જગ્યા બતાવીને કહેવામાં આવ્યુ હતુ કે, અહીંયા ભારતીય વાયુસેનાએ બોમ્બ ફેંકિયા હતા.આ સ્થળ પર ઉખડી ગયેલા ઝાડ બતાવાયા હતા.
જ્યારે પત્રકારોએ પૂછ્યુ કે આટલો સમય કેમ લાગ્યો ત્યારે અધિકારીઓએ કહ્યુ હતુ કે, અસ્થિર પરિÂસ્થતિ હોવાથી અહીંયા પત્રકારોને લાવવુ મુશ્કેલ હતુ. જ્યારે આઈએસઆઈના પબ્લિક રિલેશન બ્રાન્ચના ડાયરેક્ટર મેજર જનરલ આસિફ ગફૂરને પૂછવામાં આવ્યુ કે મદ્રેસાના બોર્ડ પર મૌલાના યુસુફ અઝહરનુ નામ જાવા મળ્યુ છે ત્યારે તેમણે આ વાતનો કોઈ સીધો જવાબ આપ્યો નહતો.ઉલ્લેખનીય છે કે ભારતે એર સ્ટ્રાઈકમાં મસૂદ અઝહરનો ભત્રીજા યુસુફ માર્યો ગયો હોવાનો દાવો કર્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



