નર્મદામાં દહેજ ભૂખ્યા સાસરિયાઓએ ગર્ભવતી પત્નીને ઘરમાંથી કાઢી મુકતા શરીર ત્યાગની ચીમકી 

0
28

છ મહિના પહેલાજ લગ્ન થયા બાદ બે મહિના બાદ દહેજ માટે હેરાનગતિ કરતા સાસરિયાઓ એ ગરીબ પરિવારની દીકરીને કાઢી મૂકી

પરણીતાને હાલ પાંચ માસનો ગર્ભ છે ત્યારે પતિનો એવો આક્ષેપ છે કે આ બાળક મારુ નથી કહી દીકરીને માર મારતો હોવાનો પિતા સંદીપભાઈનો પણ આક્ષેપ 

નાંદોદ ગોપાલપુરામાં રહેતા પતિએ દહેજ માટે ક્રુરતાની હદ વટાવી,સગર્ભા પત્નીને પેટમાં લાત મારી ઘરમાંથી કાઢી મૂકતા પરિણીતા બેભાન થઈ,રાજપીપળા પોલીસ ફરિયાદ ન લેતી હોવાનો પરિણીતાનો આક્ષેપ.

સાહેબ મારા પતિ,સાસુ અને સસરા વિરુદ્ધ કડક કાર્યવાહી કરી મને ન્યાય અપાવો,10 દિવસમાં જો કાર્યવાહી નહિ થાય તો 10માં દિવસે હું કલેકટર કચેરીએ મારા શરીરનો ત્યાગ કરીશ:પીડિત પરિણીતાની ચીમકી.

રાજપીપળા:નાંદોદ તાલુકામાં એક એવો કિસ્સો બન્યો કે જેમાં દહેજની માંગ સાથે પતિએ 4 મહિનાનો પેટમાં ગર્ભ હોવા છતાં પત્નીને પેટમાં લાત મારી ઘરમાંથી કાઢી મૂકી હોવાનો આક્ષેપ પરિણીતાએ નર્મદા કલેકટર સમક્ષ લેખિતમાં કરતા ખળભળાટ મચી ગયો છે.સાથે સાથે આ મામલે રાજપીપળા અને ડેડીયાપાડા પોલીસ ફરિયાદ પણ ન નોંધતી હોવાનો આક્ષેપ પરિણીતાએ લગાવ્યો છે.

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના ખૈડીપાડા ગામની ધર્મીઠા ધમેન્દ્ર વલવીના લગ્ન નાંદોદ તાલુકાના ગોપાલપુરા ગામના ધર્મેન્દ્ર રમેશ તડવી સાથે ગત 11/05/2018ના રોજ હિન્દૂ રિતી રિવાજ મુજબ થયા હતા.તો ધર્મીસ્ઠાએ નર્મદા કલેકટરને કરેલી લેખિત રજુઆત મુજબ લગ્નના બે જ મહિનામાં સસરા રમેશ તડવી,સાસુ કાંતા તડવી તથા સંબંધી મહિલા દક્ષા વસાવા દ્વારા 5 લાખ રૂપિયા દહેજની માંગ અવાર નવાર કરવામાં આવતી હતી અને મારઝૂડ કરતા રહેતા હતા.ગત 8/10/2018ના રોજ પતિ સહિત સાસુ-સસરાએ એને જો દહેજની રકમ નહિ લાવે તો કેરોસીન છાંટી જીવતી સળગાવી દેવાની ધમકી પણ આપી હતી.આ ઘટના બાદ પરિણીતાના પિતાએ સમાજના વડીલ પંચોની રૂબરૂમાં લેખિત સમાધાન પણ કર્યું હતું.એ બાદ પરિણીતા 15/12/2018ના રોજ પોતાના સાસરે પરત ગઇ હતી ત્યારે ફરી દહેજની રકમ બાબતે પરિણીતાને ઢોર માર માર્યો હતો.પરિણીતાના પેટમાં લગ્ન બાદ 4 માસનો ગર્ભ હતો તો પતિએ એવો આક્ષેપ લગાવ્યો કે આ ગર્ભ મારો નથી પણ તારા પિયરમાં અનૈતિક સબંધ હતા એનો છે.બાદ પતિ સગર્ભા પત્નીના પેટમાં લાત મારી ઘરની બહાર કાઢી મૂકી દરમિયાન એ બેભાન પણ થઈ ગઈ.પણ જ્યારે એ ભાનમાં આવી ત્યારે એના પતિ અને સાસુ-સસરા દ્વારા એને એવી ધમકી આપવામાં આવી કે જો તું દહેજના 5 લાખ લીધા વગર અને તારા પેટમાં રહેલું બીજાના પાપનું ગર્ભ જો તું ગર્ભપાત કરાવ્યા વિના જો તું પાછી આવી છે ને તો તારી અહીંયાંથી લાશ જશે.સાસરીમાંથી કાઢી મુકાયા બાદ રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવા ગઈ હોવા છતાં પણ પોલીસ એ ફરિયાદ ન લેતી હોવાનો પણ પરિણીતાએ આક્ષેપ લગાવ્યો છે.પરિણીતાએ ચીમકી આપતા જણાવ્યું હતું કે જો 10 દિવસમાં એમના વિરુદ્ધ કાર્યવાહી નહિ થાય તો 10માં દિવસે હું નર્મદા જિલ્લા કલેકટર કચેરીએ મારા શરીરનો ત્યાગ કરીશ.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY